Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

દામનગરમાં પાલિકા દ્વારા જાહેર વિતરણ થતું પીવાનું પાણી અતિ દૂષિત

દામનગર,તા.૨:  શહેરના વિવિધ વિસ્‍તારોમાં અલગ અલગ દિવસોએ નગરપાલિકા તરફ થી જાહેર વિતરણ થતા પીવાના પાણી અતિ દૂષિત ઘણી જગ્‍યા એ પીવાના પાણીની લાઈનો લીકેજ હોવાની ઉઠતી ફરિયાદો વેજનાથનગર સ્‍ટેટ બેન્‍ક વિસ્‍તાર પટેલ શેરી પુરબીયા શેરી લુહાર શેરી સહિતના વિસ્‍તારોમાં પીવાના પાણીની લાઈનોમાં સામાન્‍ય લીકેજથી પીવાનું પાણી અતિ દૂષિત થતું હોવાનું કારણ જણાવતા શહેરીજનો પીવાના પાણી દૂષિત અંગે ઓવરહેડ સફાઈ સંપ સફાઈ જે હોય તે પણ શહેરીજનોને ગેસ લાઈન ફિટીંગ બાદ ઘણા વિસ્‍તારો માં અતિ દૂષિત પીવાના પાણીની ફરિયાદો વધી રહી છે પીવાના પાણીની લાઈનોમાં સામાન્‍ય લીકેજની ફરિયાદો તો ક્‍યાંક ગટર લાઈન સાથે પીવાના પાણીની લાઈન ભળી હોવાની શહેરીજનોની ફરિયાદો સામે સ્‍થાનિક પાલિકા તંત્ર ગંભીરતાથી આ અંગે તપાસ અને રિપેરીગ કરાવે ઘેર ઘેર પીવાના મીઠા પાણીનું વિતરણ અતિ દૂષિત ગંદા પાણીની ગટર માફક દુર્ગધ તો ક્‍યાંક વપરાશ કર્યા બાદ થતા ડહોળા પાણી સમાંતર દૂષિત પાણીની વધતી ફરિયાદ સામે પાલિકા તંત્ર એ શહેરીજનના આરોગ્‍યની દરકાર લેવી જોઈએ તેવી સ્‍થાનિકોમાંથી માંગ ઉઠી છે.

(10:24 am IST)