Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કચ્છમાં લમ્પીએ મચાવેલા ફફડાટ વચ્ચે ભુપેન્દ્રભાઈ પટેલે કરી સ્થિતિની સમીક્ષા

લમ્પીગ્રસ્ત પશુઓના આઇસોલેશન વોર્ડની મુલાકાત લઈ ભુજમાં અધિકારીઓ સાથે કરી બેઠક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ :  કચ્છમાં લમ્પીએ મચાવેલા ફફડાટને પગલે સરકાર હવે હરકતમાં આવી ગઈ છે. ગૌમાતા ઓના મોતની  સંખ્યા સબંધે પ્રવર્તતી અવઢવ અને મોટી સંખ્યામાં નીપજેલ મોતના આક્ષેપો વચ્ચે વાયરલ વીડિયો તેમ જ સરકારી તંત્રની કામગીરી સંદર્ભે થઈ રહેલા સવાલોએ હવે જિલ્લા ઉપરાંત રાજ્યમાં ચકચાર સર્જી છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર તેમ જ કચ્છ ગૌશાળા પાંજરાપોળ યુવા સંઘ દ્વારા મોટી સંખ્યામાં પશુઓના મોત નીપજ્યા હોવાના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને દરમ્યાનગીરી કરવા અપીલ કરાઇ હતી. તે વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભુજ આવ્યા હતા. સવારે કોડકી ખાતે લમ્પી ગ્રસ્ત પશુઓની સ્થિતિ નિહાળી હતી. ત્યારબાદ ભુજમાં તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. તેમની સાથે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ તેમ જ જિલ્લા કલેકટર પ્રવિણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી અને સ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન આપ્યું હતું. આ પૂર્વે ભુજમાં પશુઓના વાયરલ થયેલ વીડિયોએ પણ ચકચાર સાથે ચર્ચા જગાવી હતી.

(11:56 am IST)