Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભાવનગર પોલીસ બેડાના ૨૧ જવાન પીએસઆઈ બન્‍યા

ભાવનગરઃ ગુજરાત રાજ્‍યના ગળહ ખાતાના નેજા તળે થોડા સમય પૂર્વે મોડ -૨ની પરીક્ષા લેવામાં આવી હતી જે પરિક્ષામાં ૪૦૦ માસના ઈગ્‍લીશ , ગુજરાતી વિષય સાથે પેપર લેવાપા હતા . જે પોલીસ બેડાના અનેક પોલીસ જવાનોએ પરિક્ષા આપી હતી જેમાં ભાવનગર પોલીસ બેડાના ૨૧ જવાનોએ મોડ - રની પરિક્ષા પાસ કરી પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર બન્‍યા હતા . જેમાં મહેન્‍દ્રસિંહ ભુપતસિંહ ગોહીલ, અલ્‍પેશભાઈ પંડયા, નિલેશભાઈ ભટ્ટ મહેન્‍દ્રસિંહ જાડેજા , દલસુખરામ ટીલાવત, ગુલતાનસિંહ ગોહિલ, કમલેશદાન , ગુલાબસિંહ જાડેજા , દિપકસિંહ ગોહિલ, પી.ડી. ગોહિલ, ભરતભાઈ પરમાર, મંગાભાઈ જાબુંચા, રાજેશભાઈ યાદવ, ભરતભાઈ ખુમાન , શિવરાજસિંહ રાણા, શિવરાજસિંહ સરવૈયા, દિલીપભાઈ ગુજ્જર , રમેશભાઈ રાઠોડ, હિંમતભાઈ મારૂ, કાંતિભાઈ ચુડાસમા, આરીફભાઈ રાંધનપુરાનો સમાવેશ થતો જોવા મળ્‍યો હતો . જે આગામી દિવસોમાં પીએસઆઈનું પોસ્‍ટીંગ મેળવી ફરજ બજાવશે તેમ જાણવા મળેલ છે.

(12:00 pm IST)