Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

આટકોટમાં પેટ્રોલપંપ સામે જ કાર સળગી

આટકોટઃ પેટ્રોલ પંપ પાસે ફોરવીલ અચાનક જ ભડ ભડ સળગી ઊઠી હતી ઘટના સ્થળે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. લોકોનાં ટોળેટોળાં ઊમટી પડયા હતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પેટ્રોલ પંપની સામે બનાવ બન્યો હતો ફોરવીલ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યો હોવાનુ જાણવા મળ્યુ હતું ગાડી સળગી ઊઠતાં ચાલક બહાર નીકળી જતા કોઇ દુર્ઘટના સર્જાઇ ન હતી અને ઘટના સ્થળે પેટ્રોલ પંપનાં અગ્નિશામક મદદથી ગાડી ઠારવામાં આવી લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ગાડી ઠરી જતા લોકોએ હાશકારો ફેલાયો હતો (તસ્વીર કરશન બામટા)

(12:27 pm IST)