Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

પોરબંદરમાં કોરોનાના વધતા કેસો અને માથુ ઉંચકી રહેલ રોગચાળોઃ જન્‍માષ્‍ટમી લોકમેળો મોકુફ રાખવાનું તંત્ર વિચારે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર : કેટલાંક દિવસથી કોરોનાના કેસો વધતા જાય છે. તેમજ સામાન્‍ય તાવ ડેન્‍ગયુ ચીકનગુનીયા જેવો કેસો શરૂ થયેલ રોગચાળો માથુ ઉંચકી રહેલ હોય જન્‍માષ્‍ટમી લોકમેળો મોકુફ રાખવા અંગે તંત્ર વિચાર કરે તેવી માંગણી માણેક ચોક ઓટલા સમિતિએ ઉઠાવી છે.

જન્‍માષ્‍ટમીના પાંચ દિવસના લોકમેળાને મંજુરી અપાઇ ગઇ છે. ત્‍યારે હાલની સ્‍થિતિ જોઇએ આ લોકમેળો મોકુફ રાખવા કલેકટર પુનઃ વિચાર કરે તે જરૂરી છે. કોરોના સંક્રમણ સાથે સામાન્‍ય તાવ શરદી ઉધરસ ડેન્‍ગયુ વગેરે કેસો સરકારી ડીસ્‍પેન્‍સરીમાં વધુ જોવા મળે છે. ઉપરાંત ન્‍યુમોનિયા કમળો અને ફલુની અસરના કેસો શરૂ થયેલ છે. બીજી બાજુ પાલિકા દ્વારા પુરતી સફાઇ થતી ન હોય ઠેર ઠેર ગંદકી વધી છે. ખાનગીરીતે ચીકનગુનિયાના કેસ છે. શહેર જિલ્લામાં રોગચાળો સ્‍થિતિ નિર્માણ થાય તે પહેલા લોકમેળાનું આયોજન મોકુફ રહે તે અંગે પુનઃ વિચાર કરવા માણેક ચોક ઓટલા સમિતિએ માંગણી ઉઠાવી છે.

(1:14 pm IST)