Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબીમાં જુગાર રમતી ૪ મહિલા પકડાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. રઃ સીટી બી-ડીવીઝન પોલીસ સરસ્‍વતી સોસાયટીમાં સરાજાહેર જુગાર રમતી ૪ મહિલાઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨, વીધુતનગર પાસે સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન સરસ્‍વતી સોસાયટી શેરી નં-૨માં હર્ષાબેન હરેશભાઇ પટેલ, ગીતાબેન મહેશભાઈ ડાંગર, ધ્‍વનિબેન અશ્વિનભાઈ ભાડલા અને નીતાબેન રાજેશભાઇ કુગશિયા ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ હતી. જેથી પોલીસે ચારેયની ધરપકડ કરીને ગંજી પતા અને કુલ રોકડા રૂપીયા-૪૩૦નો મુદામાલ કબ્‍જે કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(1:15 pm IST)