Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જસદણમાં ૮ર બોટલ દારૂ સાથે રોહિત પકડાયો : એલસીબીનો દરોડો

રાજકોટ, તા. ર : જસદણમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી ૮ર બોટલ દારૂ સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

રૂરલ એલસીબીના પોલીસ ઇન્‍સ. વી.વી. ઓડેદરા તથા પો. સબ ઇન્‍સ. એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન મળેલ હકિકત આધારે જસદણમાં રોહિત ઉર્ફે મુન્નો નંદાભાઇ રોજાસરા રહે-જસદણ, આદમજી રોડ, શેરી નં. ૧૩, ભાદર નદીના કાંઠે વાળાના કબજા ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્‍થો બોટલ નંગ-પ૬ તથા ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-ર૬ સહિત કુલ રૂા. ર૧,ર૦૦/- ના મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ. મહેશભાઇ જાની, પો. હેડ કોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, પો. હેડ કોન્‍સ. અનીલભાઇ ગુજરાતી, પો. હેડ કોન્‍સ. પ્રણયભાઇ સાવરીયા, પો. કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, અમુભાઇ વિરડા, નરેન્‍દ્રભાઇ દવે, અનીરૂધ્‍ધસિંહ જાડેજા સાહિલભાઇ ખોખર રોકાયા હતા.

(1:18 pm IST)