Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વિસાવદર ઝાલાવાડીયા ઘાંચી મુસ્‍લિમ સમાજની બેઠક સંપન્‍ન : સુકાન યુવા ટીમને સોંપાયુ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨: વિસાવદર ઝાલાવાડીયા ઘાંચી મુસ્‍લિમ સમાજની એક બેઠક સમાજના પૂર્વ પ્રમુખ ગફારભાઇ ભોર (સેક્રેટરી), મુસ્‍તુફાભાઇ માડકિયા, નાસીરભાઇ ભોર,ગફારભાઇ વડગામા,નાસીરભાઇ ઘોઘારી સહિતના અગ્રેસરોની હાજરીમાં યોજાઇ હતી.

જેમાં વિસાવદર ઝાલાવાડીયા ઘાંચી મુસ્‍લિમ સમાજનુ સુકાન નવયુવાન ટીમને સોંપાયુ હતુ. પ્રમુખ તરીકે સલીમભાઈ સોલકી અને સુકાની ટીમમાં મુસ્‍તાકભાઇ ભુવર, ઇકબાલભાઇ માડકિયા, ઇમ્‍તિયાઝભાઇ ઘોઘારી, જુબેરભાઇ માડકિયા, સોહીલભાઇ વડગામા, સોયબભાઇ ઘોઘારી, રફીકભાઇમેતરનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

(1:22 pm IST)