Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મારૂ જુનાગઢ ગ્રીન જુનાગઢ અંતર્ગત વોર્ડ નં.૧ દોલતપરા વિસ્‍તારમાં વૃક્ષારોપણ

જુનાગઢ : મહાનગરપાલિકા  જુનાગઢ દ્વારા મારુ જુનાગઢ ગ્રીન જુનાગઢ અંતર્ગત વોર્ડ નં.૧ દોલતપરા વિસ્‍તારમાં મહાનગરપાલિકા, જુનાગઢ અને આ વિસ્‍તારના રહીશો, સ્‍વામી નારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગનાં સંયુકત  ઉપક્રમે વોર્ડ નં.૧, દોલતપરા વિસ્‍તારના હયાત, ડિવાઇડર પર ૧૦૦૦ વૃક્ષો વાવી માન. મેયરશ્રી ગીતાબેન એમ.પરમાર, કમિશ્નર રાજેશ એમ.તન્‍ના, ડે.મેયર, ગીરીશભાઇ કોટેચા, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન હરેશભા પરસાણા, શાસક પક્ષના નેતા, કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભાલાણી, કોર્પોરેટર શોભનાબેન પીઠીયા, લાભુબેન મોકરીયા, અશોકભાઇ ચાવડા,નટુભાઇ પટોળીયા, બાગ બગીચા ચેરમેન પ્રફુલાબેન ખેરાળા,નાયબ કમિશ્નર જયેશ પી. વાજા, સેનિટેશન સુપ્રિ. કલ્‍પેશભાઇ ટોલીયા, વો. વો. કાર્યપાલક ઇજનેર અલ્‍પેશભાઇ ચાવડા, બગીચા સુપર વાઇઝર રાજેશભાઇ એલ. પરમાર અગ્રણી રાજાભાઇ પાથર, ખીમજીભાઇ મોકરીયા, નિલેશભાઇ પીઠીયા, ઓમભાઇ રાવલ, મોહનભાઇ બારોટ, તથા સ્‍વામી નારાયણ ગુરૂકુળના સંતો અને વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિમાં સહિયારૂ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવેલ  હતુ.

(1:23 pm IST)