Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

કાશી ઉતરાર્ધના ર૮ શીવલીંગોનું સ્કંદ પુરાણમાં વર્ણન

અઢાર પુરાણોમાં સૌથી વધુ પુરાણ સ્કંદ પુરાણ, કાર્તિક સ્વામીના નામ ઉપરથી આ પુરાણનું નામ સ્કંદ પુરાણ પડયું: સ્કંદ પુરાણના ૮૧ હજાર શ્લોકો છે, કાશીનું પ્રાગટય દેવાધિદેવ ભગવાન સદાશિવે કર્યુ અને દીવ્ય જયોતી સ્થાપી

પોરબંદરઃ પવિત્ર શ્રાવણ માસની અગત્યતા-મહતા માત્ર શિવ ઉપાસના ભકિત સાથે તો રહેલી છે.આ માસમાં ગૌવંશને અગત્યતા આપી અને શ્રાવણ વદ-૪ (ચોથ) બોળચોથ ગૌપૂજન  દિવસ ગણાય ભારતીય સ્ત્રી આર્યનારી આ દિવસે ગૌવંશ ગૌમાતાનું ફુલચાર-શાસ્ત્રોકત રીતે વ્યકિતગત સંયુકત પુજન કરે છે.

આ પુજનનો મહિમા વહેલી સવારના ગૌધન જંગલમાં ચરવા જતા અથવા સાંજના સંધ્યાકાલે ગૌધન જંગલમાંથી ચરીને આવેલ ત્યારે પૂજન કરાય છે. સુહાગણ સ્ત્રી ચુંદડી ઘરચોળુ તથા અન્ય સુહાગ ચિન્હ સાથે ગૌમાતાને ભાલપ્રદેશ (કપાળ)માં કુમકુમ ચાંદલો રૃની કમળ કડીની માળા કંકુવાળી જમણા પગની ખેરી પાસે શુધ્ધ જલમિશ્રિત દુધથી ખેરી પાસે રેડી પુજન બાજરા-ઘઉં કે ચોખ્ખાનો કુલેર (લાડવો) ખાંડ અથવા ગોળ -ઘી મિશ્રીત નિવેદ તરીકે ધરાવે. કેટલાક શ્રીફળ પણ વધેરે. ફુલાચારનો રિવાજ પ્રમાણે ઉજવણી કરાય છે. ઘીનો દિવો અગરબતી પુષ્પ પુજનમાં ઉપયોગ કરેલ.

નાગ પાંચમનો મહિમા છે નાગપાંચમ અમુક વર્ગ અષાઢ માસમાં ઉજવે છે. ગામને ગોંદરે નાગમંદિર ખેતલીયા મંદિર અથવા ઘર આંગણે માટીથી અથવા દિવાલમાં નાગનું બનાવેલ ચિત્ર કરે.  રૃનો હાર વિગેરે ચડાવે. પુષ્ય અક્ષત (ચોખ્ખા) પુજન નિવેદમાં બાજરા-ચોખખા-ઘઉંના ઘી-ખાંડ મિશ્રીત કુલેર લાડુ અથવા છુટા રાખે. દુધ ધરાવે. સોહાગણ સ્ત્રી ચુંદડી ઘરચોળુ કુલ રિવાજ પ્રમાણે આ દિવસ અણગો સ્ત્રી-પુરૃષ કુલાચાર રિવાજ પ્રમાણે કરે છે. આપણે ત્યાં વધુ શ્રાવણ માસની બે પાંેચ શુદે અન વદને મહિમા છે. વધુ પડતી શ્રાવણ સુદ પનો વધારે મહિમા રહેલ છે.

બીજી શ્રાવણ પ (પાંચમ) નો મહિમા રહેલ છે જે પ્રથમ શ્રાવણ સુદ પ (પાંચમ)મા પહોંચી શકે ન હોય તે તેમજ કેટલાક કુટુંબ શ્રાવણ વદ પને પ્રાધાન્ય આપે છે. આ પાંચમને દરણા પાંચમ કહેવામાં આવે છે. શ્રાવણ વદ-૭ સાતમ શીતળા સાતમના ટાઢુ બનાવવા અનાજ દળાવવામાં આવે. જો કે સાતમ મહિમા શ્રાવણ સુદ-૭ પણ તે નાની શીતલા સાતમ ગણાય છે. આ દિવસે પણ ટાઢી સાતમ ઓળખાય છે એક દિવસ બનાવેલ થેપલા વિગેરે જમે છે. ચૈત્ર માસમાં શુદ-૭ સાતમ ટાઢી સાતમ ગણાય છે તે શ્રમીકા વર્ગમાં મહિમા છે આ પાછળ હેતુ અખો શીતળા (શીતલા) ઓરી નુરબીબી-અછબડા જેવા રોગ ભયંકર ગણાય તે મટી જતા ઠંડુ અન્ન જમવાનો રીવાજ છે.

શ્રાવણ શુદ ૧પ ને રક્ષાબંધન બળેવ નારીયેલી પુર્ણીમા તરીકે ઉજવણી કરાય છે. રક્ષાબંધન-બળેવ-ભાઇ-બહેનનો શુધ્ધ પવિત્રતા અને બહેન ભાઇ પાસે રાખડી -રક્ષાબાંધી દિર્ઘાયુ ભાઇનું માંગે છે. તેમાં શુધ્ધ લાગણી ભરપુર પ્રેમ સમાયેલ છે. નારાયેલી પુર્ણીમા એટલા માટે કહેવાય છે. વર્ષાઋતુમાં નદી-સમુદ્ર-તળાવ વિગેરે નવા નીર આવતા ગ્રામ્ય શહેરની રક્ષાકાજે જલદેવનું પુજન શાસ્ત્રોકત રીતે નવા નિરને શ્રીફળ પધરાવી અને કિનારે શ્રીફળ વધેરી અભિવાદન કરે છે.

ખાસ મહત્વ પુર્ણ એ છે કે દેવાધીદેવ મહાદેવના આ કલ્યાણકારી શ્રાવણ માસમાં તેઓશ્રીના ઇષ્ટદેવ શ્રી વિષ્ણણુ સ્વરૃપુર્ણ પુરસોતમ યોગેશ્વર શ્રી કૃષ્ણનો જન્મોત્સવ શ્રાવણ વદ ૮ આઠમ ગોકુલ અષ્ટમી તરીકે ઉજવાય છે. શ્રી કૃષ્ણ જન્મ સાથે ત્રણ અન્ય જન્મો ભુરજનમ-આગીયાનો જન્મ, ગેરૃ જન્મ એમ ચાર જન્મ મધ્યરાત્રીના થાય છે તેપ હેલા શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રારંભ ઉજવણી પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે પુર્વે અષાઢ વદ ૮ આઠમ જન્માષ્ટમી  (શ્રીકૃષ્ણ જન્મ) વધાઇનો પ્રારંભ થાય. આ સમય દર્શન પુષ્ટી માર્ગીય સંપ્રદાય હવેલીઓમાં જયા કિર્તનકાર પુષ્ટી સંગીત ગવૈયાઓ છો તે દ્વારા દર્શનમાં વધાઇ ગાનું ગાન કરાય છે. ઉત્સવ પ્રારંભ ખુશી બતાવી વધાવે છે. શ્રાવણ વદ જી શીતલા સાતમ શ્રીકૃષ્ણની છઠ્ઠી ઉત્સવ શ્રાવણ વદ ૮ શ્રીકૃષ્ણ જન્મ, વ્રત, શ્રીકૃષ્ણ-પાર્દુભાવ મહોત્સવ શ્રી કૃષ્ણ જન્મના બે દર્શન કરાવવામાં આવે છે.

એક વહેલી પરોઢે તેમનો જન્મ જેલમાં થયેલ તે બીજો મધ્યરાત્રીના જેલમાંથી તેમના પિતા વસુદેવ ઘનઘોર મેઘલી રાત્રીના વરસતા વરસાદમાં યમુના બે કાંઠે વહે છે. છતા વસુદેવ પાર કરે છે. શ્રીકૃષ્ણ ટોપલીમાંથી જમણા પગનો અંગુઠો યમુનાજીને અડાડે છે. પુર શાંત કરે છે. યમુના પાર કરે છે શેષનાગનું છત્ર વરસાદથી રક્ષણ કરે છે. ગોકુલમાં નંદરાજાને ત્યાં મુકી આવે છે. શકિત-કન્યા જે વિજળી લઇ જેલમાં આવે છે તે ભાવ દર્શન કરાય છે. તે પહેલા જન્માષ્ટમીના સવારના મુહુર્ત પ્રમાણે તિલકના દર્શન કરાવાય છે. શ્રાવણ વદ-૯ ગોકુલમાં નંદરાજા શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી કરે છે. પારણામાં પોઢાળે છે. તે પારણા નોમ યાને શ્રાવણ વદ  ઉત્સવની ઉજવણી કરાય છે. પુષ્ટી માર્ગીય વૈષ્ણવ વૈષ્ણવ સંપ્રદાયની હવેલીના ગાદીપતિ પૂ.૧૦૮ ગોસ્વામી મહારાજશ્રી શ્રાવણ વદ ૯ના શ્રી સ્વરૃપ શ્રીકૃષ્ણ યશોદાના માતૃભાવ સાથે સંપુર્ણ સ્ત્રી વસ્ત્રો દાગીના પહેરી પારણામાં ઝુલાવે. જો ગાદીપતી મહારાજશ્રી યાને ગૌસ્વામી બિરાજમાન ન હોય તે જવાબદારી મુખ્યાજીએ નિભાવવાની હોય છે. નંદોત્સવ પંચામૃત પાંજરી સાકર વિગેરેની પ્રસાદી વૈષ્ણવોમાં બટાય -વહેચાય છે.

સૌથી મહત્વપુર્ણ અગત્ય શ્રાવણ શુદ ૧૧ પવિત્રા એકાદશી વ્રત આ દિવસે પુષ્ટી માર્ગીય હવેલીમાં તેમજ અન્ય મંદીરો-શ્રીરામ મંદિર સ્વામીનારાયણ મંદિર શિવમંદિર શકિત મંદિરમાં પવિત્ર ધરાવાય છે. સુતરના કે રેશમના ૩૬૦-૩૬પ દોરાથી પવિત્ર હાર બનાવાયને ધરાવવામાં આવે છે. સંપુર્ણ બારે માસ ૩૬૦-૩૬પ દિવસના હારની ગણત્રી. બીજા દિવસે શ્રાવણ વદ ૧ર બારસના પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય આદ્યસ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ગુંસાઇજીની ગાદીને પવિત્ર ધરાવી. બ્રહ્મસબંધ જેમની પાસેથી દિક્ષાગ્રહણ કરેલ હોય તે ગુરૃદેવ તથા અન્ય ગૌસ્વામી ૧૦૮શ્રીને પવિત્રા ધરાવાય સાકર પણ ધરાવાય. મીઠુ મોં કરાવે. આ દિવસે શ્રાવણ વદ ૧રના ગમે તેવી દુશ્મનાવટ અબોલા હોય તેને પર રાખી માફામાફી કરી જયશ્રીકૃષ્ણ સામસામા કરી વેરભાવ ત્યજી દેવાનો મહિમા છે. તે જ મહત્વ વધુ છે. સાચા અર્થમાં ત્યાગ સર્મપણ ભાવના સચવાયેલ છે.

શ્રાવણ માસના છેલ્લા ત્રણ અંતિમ દિવસ પિતૃ માતૃના દિવસો ગણાય છે. પીપળે પાણી મુળમાં પાણી પીવડાવાય મહાદેવ શિવજીનો લીંગ મુર્તીને પાણી જલ અભિષેક કરવામાં આવે પાર્વતીજીને ધારડી તેમજ મહાદેવજી કોરૃ ધોતીયુ જલદુધાભિષેક જરાય. પિતૃ-માતૃને પીપળે પાણી પીવડાવતી વખતે કેટલાક શ્રધ્ધાળુ પીપળવૃક્ષ વૃટવૃક્ષ્ તુલસીવૃક્ષ ત્રણ વૃક્ષ સાથે હોય તેમને પાણી મુળમાં પીવડાવે. કેટલેક સ્થળે શિવલીંગ પણ પધરાવેલ હોય ચર્તુથદેવ સાથે આગલા દિવસે શ્રાવણ વદ ૧૩ શ્રાવણ ૧૪ શ્રાવણ વદ (શ્રાવણ વદ તેરસ-ચૌદસ-અમાસ) તેમા પણ શ્રાવણ વદ  અમાવાસ્યાનો સહવિશેષ મહિલા જલ-પાણીનો પાવાનો રહેલ છે એ રીતે શ્રાવણ માસની સમાપ્તી થાય છે.

આપણે ત્યાં અઢાર પુરાણો છે જેમાં સૌથી મોટુ પુરાણ એ સ્કંદ પુરાણ છે. કાર્તીક સ્વામીના નામ સ્કંદ  પુરાણ એમ પડયું. સ્કંદ પુરાણના ૮૧ હજાર શ્લોકો છે. જેમાં શૈવખંડ અને વૈષ્ણવ  ખંડ આવા ખંડો છે. સ્કંદ પુરાણના માહેશ્વર ખંડમાં કાશી મહાત્મય છે. કાશીનું પ્રાગટયદેવાધિદેવ ભગવાન સદાશિવે કર્યુ હતું. ભગવાને પોતાની દિવ્ય જયોતી કાશીમાં સ્થાપી અને ભગવાન વિશ્વનાથ કહેવાયા. એ કાશીક્ષેત્રમાં પ્રમુખ ર૮ લીંગો છે. જેનું વર્ણન સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યું છે.

સ્કંદ પુરાણ કશીખંડમાં ઉતરાર્ધમાં કાશીમાં આવેલા ર૮ લીંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવ (મહાદેવ) અને પાર્વતીજીના સંવાદ પરથી એ જાણવા મળે છે કે કયા કયા શિવલિંગો અનાદી સીધ્ધ છે. કે જે મનુષ્યના જીવનમાં ફકત એક જ વાર પૂજન કરવાથી પણ કાશીમાં પણ કાશીમાં સ્થિત બધા લીંગો પુજાય છે.

પાર્વતીજીને ભગવાન શંકર કહે છે કે કાશીમાં સ્થુળ, સુક્ષમ અને રત્ન નિર્મિત અસંખ્ય શિવલીંગો છે તેમના નામોના ઉચ્ચારણ માત્રથી બધા પાપો ક્ષીણ થઇ જાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. એમાના કેટલાક ધાતુના અને પથ્થરના છે. કેટલાય સ્વયંભુ અને કેટલાય ઋષીઓ અને દેવો દ્વારા સ્થપાયેલા છે. તમે જેનો પરીચય માંગ્યો છે તે બધા કલીયુગમાં ગોપનીય રહેશે પણ તેમનો પ્રભાવ તે સ્થાનમાંથી જશે નહી. જે મનુષ્યો કલીયુગના પાપથી પુષ્ટ થઇને દુષ્ટ અને પાણી હશે તેઓ તો આ સિધ્ધ લીંગોના નામ પણ જાણી નહી શકે તેમના પ્રથમ ચૌદ નામ આ પ્રમાણે છે.

પ્રથમ ચૌદ નામ

(૧) ઓમ કારેશ્વર લીંગ (ર) ત્રિલોચન લીંગ (૩) મહાદેવ લીંગ (૪) કૃતિવાસા લીંગ (પ) રત્નેશ્વર લીંગ (૬) ચંદ્રેશ્વર લીંગ (૭) કેદારેશ્વર લીંગ (૮) ધર્મેશ્વર લીંગ (૯) વીરેશ્વર લીંગ, (૧૦) કામેશ્વર લીંગ (૧૧) વિશ્વ કમેશ્વર લીંગ (૧૨) અવિમુકતેશ્વર લીંગ (૧૪) વિશ્વેશ્વર લીંગ

આ ચૌદ લીંગ કલ્યાણરૃપ છે. આ સર્વેની લીંગોની આરાધના કરવાથી મોક્ષ પ્રાપ્તી થાય છે. દરેક મહિનાની એકમથી ચૌદશ સુધી આ ચૌદ લીંગની પરીક્રમા આવા યાત્રા કરવી જોઇએ.

જે મનુષ્ય આ ચૌદ લીંગોની આરાધના કરે છે તે કદી પણ સંસારમાં પુનઃ આવતો નથી. કાશીનો આ અમુલ્ય ખજાનો છે તેને ગુપ્ત જ રાખવો. શિવજી (મહાદેવ) પાર્વતીજીને કહે છે કે ભયંકર વિપતીના સમયે જો આ લીંગોના નામનું ઉચ્ચારણ આવે તો તે સર્વે દુઃખો હરી લે છે અને પરમ ગોપનીય રહસ્ય છે. આ લીંગો મારા સામીપ્યની પ્રાપ્તી કરાવનાર તથા અવિમુકત ધામના હ્ય્દય છે. અહી બધાાની મુકિત થાય છે તે વાત પાછળ આ ચૌદ લીંગો જ કારણભુત છે. જેમણે આનંદનવનમાં આ લીંગોનું ચિંતન કર્યુ છે તેઓ જ વ્રતધારી અને તપસ્વી છે જેમણે દુરથી પણ આ લીંગોનું દર્શન કર્યુ છે તેઓ જ મહાદાની છે.

ભગવાન શંકરે ભકતોના કલ્યાણ અર્થે અન્ય ચૌદ લીંગોનો પણ આ પ્રમાણે પરીચય આપ્યો છે. તે મુજબ (૧) શૈલેશ્વર (ર) સંગમેશ્વર (૩) સાલીનેશ્વર (૪) મધ્યમેશ્વર (પ) હિરણ્ય ગર્ભેશ્વર  (૬) ઇશાનેશ્વર  (૭) ગોમેક્ષેશ્વર (૮) વૃષભધ્વેજેશ્વર (૯) ઉપશાન્તેશ્વર (૧૦) જયેષ્ઠેશ્વર (૧૧) નિવાસંશ્વર (૧ર) સુકેશ્વર (૧૩) વ્યાધ્રેશ્વર (૧૪)  જંબુકેશ્વરનો ઉલ્લેખ જણાવ્યો છે.સર્વ લીંગોની સેવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. વૈશાખ સુદ એકાદશી ચૌદશ સુધી મનુષ્યે આ લીંગની પુજા કરવી જોઇએ આમાના દરેક લીંગનું અનંત મહત્વ છે. ભગવાન શંકર સૌની મનોકામના પુર્ણ કરે. (સંકલન- હેમેન્દ્રકુમાર એમ. પારેખ-પોરબંદર)

(2:05 pm IST)