Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

બેબોજી હેતલ બગથરીયાને બેસ્ટ એક્ટર -ડિરેક્ટર નો એવોર્ડ એનાયત

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ગુજરાત ટુરીઝમ અને જીસીએમએ પરિવારના સંયુક્ત ઉપક્રમે વડોદરામાં પંડિત દિનદયાળ હોલ ખાતે  ટેલિફોન સંપર્ક નિર્દેશિકા-2022 અને ગુજરાત સિને મીડિયા એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર ફંકશનના મુખ્ય મહેમાન બેબોજી હેતલ બગથડિયા બોલિવૂડના એક્ટર ડિરેક્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર અને પ્રોડ્યુસર નેશનલ ઈન્ટરનેશનલ ઈવેન્ટ ઓર્ગેનાઈઝર સેલિબ્રિટી ગેસ્ટ અને લોક સિંગર ઉમેશ બારોટ એક્ટર દેવ પાગલી જી સુપર સ્ટાર અને જીતેશ કપૂર ઈન્ટરનેશનલ સિંગર.ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી કિશોરકાકાના ઉપનામથી જાણીતા સ્મિત પંડ્યા પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ગ્રેવા કંસારા અને અન્ય ખાસ મહેમાનોએ પણ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ બોલિવૂડ એક્ટર ઇન્ટરનેશનલ એક્ટર ડિરેક્ટર બેબોજી હેતલ બગથરિયા ને બેસ્ટ એક્ટર ડિરેક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

(7:02 pm IST)