Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભાવનગરના મહુવામાં એક ઇંચ વરસાદ: ભાવનગર શહેર અને અન્ય ત્રણ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ભાવનગર શહેર જેસલ તળાજા અને વલભીપુરમાં વરસાદના હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા.
ત્રણ ચાર દિવસના વિરામ બાદ ભાવનગર શહેરમાં આજે સાંજે વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. જ્યારે જિલ્લાના મહુવામાં આજે બપોરે ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લાના તળાજા ,વલભીપુર અને જેસર પંથકમાં હળવા ભારે ઝાપટાં વરસી ગયા હતા.
આજે સવારના 6 થી સાંજના 6  દરમિયાન ભાવનગરના મહુવા માં  24  મી.મી.,જેસર માં 8 મી.મી.,તળાજા માં 8 મી.મી., ભાવનગર શહેર માં 4  મી.મી.અને વલભીપુર માં 2 મી.મી.વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.5  ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા અને પવનની ઝડપ 12 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:03 pm IST)