Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સુરેન્દ્રનગર જિલ્લામાં "નારી વંદન ઉત્સવ" અંતર્ગત પાટડી ખાતે મહિલા સ્વાવલંબન દિન ઉજવાશે

સુરેન્દ્રનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદથી "સશક્ત મહિલા, સક્ષમ ગુજરાત"ની થીમ સાથે નારી વંદન ઉત્સવનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ૧ ઓગસ્ટ ના રોજ 'મહિલા સુરક્ષા દિવસ', ૨ ઓગસ્ટના રોજ 'બેટી બચાવો, બેટી પઢાઓ' થીમ સાથેનાં  કાર્યક્રમની ઉજવણી બાદ આવતીકાલે ૩ ઓગસ્ટનાં રોજ મહિલા સ્વાવલંબન થીમ સાથે પાટડી ખાતે કડવા પટેલ સંસ્કૃતિ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગ્રામ વિકાસ વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ સહભાગી થશે. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવશે તેમજ શ્રમજીવી મહિલાઓનાં અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી અંગે જાગૃતતા સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. સરકાર દ્વારા મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબી બને તે બાબતને ટોચ અગ્રતા પર રાખવામાં આવી છે ત્યારે આવતીકાલનાં કાર્યક્રમમાં ગંગાસ્વરૂપા મહિલાઓ તથા અન્ય મહિલાઓ માટે સ્વરોજગાર મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

(10:34 pm IST)