Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબીના નાગડાવાસ ગામે બે રેડ :મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

ગરમ આથો લીટર, ઠંડો આથો, ટિનનું બકડીયુ, દેશી દારૂ સહિતના મુદામાલ જપ્ત

મોરબી તાલુકાના નાગડાવાસ ગામમાં બે સ્થળે પોલીસે દરોડા કર્યા હતા જેમાં રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને પોલીસે મહિલા આરોપી સહીત બેને ઝડપી લીધા છે

જેમાં પ્રથમ રેડમાં મોરબીમાં મહિલા આરોપી હંસાબેન શામજીભાઇ સાંતોલા નાગડાવાસ ગામે, તેના રહેણાંક મકાનમાં દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી મોટુ પતરાના બેરલ નંગ-૦૧ માં રહેલ ગરમ આથો લીટર, ઠંડો આથો, ટિનનું બકડીયુ, દેશી દારૂ સહિતના મુદામાલ સાથે ઝડપાઈ હતી

  જયારે બીજી રેડમાં આરોપી રાઘવજીભાઇ ગગજીભાઇ રાઠોડ નાગડાવાસ ગામે તેના રહેણાંક મકાનમાં પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં દેશી પીવાના દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો તેમજ આથો અને દારૂ સહિતના મુદામાલ સાથે ઝડપાયો હતો જે બંને આરોપીને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:59 am IST)