Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જામનગરના જગદીશભાઇ દ્વારા દુર્લભ સિકકાનું માસ્ક બનાવવાનો વર્લ્ડ રેકર્ડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.ર : ગુલાબનગર અંજલી સાડી નામની પેઢી ચલાવનાર જગદીશભાઇ લાલચંદ ભોજવાણી નામના વેપારી યુવાને કોરોના મહામારીના સમયમાં ૧૫મી ઓગષ્ટના રોજ અતિ પ્રાચિન દુર્લભ સિકકાઓનું માસ્ક બનાવી વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને જામનગરનું ગૌરવ વધારેલ છે.

જગદીશભાઇ તેમજ તેમના મિત્ર વિશાળ સોની દુર્લભ સિકકાઓને ચાંદીમાં મઢાવેલ છે. જગદીશભાઇ પાસે દુર્લભ સિકકાઓનો વિશાળ સંગ્રહ ધરાવે છે.

(11:35 am IST)