Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ૬.૬ માસથી આધાર કાર્ડની કામગીરી બંધ

દરરોજ ૧૦૦ થી વધુ અરજદારોને ધરમના ધક્કા : સરકારી અનેક કામોમાં આધાર કાર્ડ જરૂરી હોય સત્વરે આપવા માંગ

(ફઝલ ચૌહાણ) વઢવાણ,તા.૧ : હાલ દેશમાં કોઈપણ સરકારી કામો કે સરકારી લાભો લેવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે આધાર કાર્ડ નોંધપાત્ર રીતે જરૂરી બન્યું છે ખાસ કરી સમગ્ર દેશમાં વિવિધ યોજનાના લાભો મેળવવા માટે અને ખાસ કરી વિવિધ સરકારી દસ્તાવેજો અને પુરાવા મેળવવા માટે સરકારી કચેરીઓમાં આધાર કાર્ડ ની ઝેરોક્ષ આપવાનું ફરજિયાત બની ચૂકયું છે ત્યારે આધારકાડ એ ભારતીય નાગરિકની એક અનોખી ઓળખ બની ચૂકયું છે.

ખાસ કરી કોરોનાની મહામારી વચ્ચે તમામ સરકારી કચેરીઓના કામકાજ લોકડાઉન ના સમયગાળા દરમિયાન સ્થગિત કરવામાં આવ્યા હતા ત્યારે સરકાર દ્વારા અનલોક પ્રક્રિયા જાહેર કરવામાં આવતા અને વિવિધ ગાઇડલાઇન મુજબ હાલમાં ૮૦ ટકા સરકારી કચેરીઓના કામકાજો પુનઃ રીતે રેગ્યુલર અને નિયમિત પણે શરૂ થઇ ચૂકયા છે તેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓ ના પણ વિવિધ કામો હાલમાં રેગ્યુલર અને નિયમિતપણે શરૂ થઈ ચૂકયા છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં અને જિલ્લા મામલતદાર કચેરીઓમાં હાલ તમામ સરકારી કામો શરૂ થયા છે જેમાં ખાસ કરી જિલ્લા મામલતદાર કચેરીમાં વિવિધ દાખલા અને દસ્તાવેજી પુરાવા કાઢવાની કામગીરી છેલ્લા બે માસથી શરૂ થઈ ચૂકી છે અને આ સેવા શરૂ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ વિવિધ દસ્તાવેજી પુરાવાઓ મેળવવા માટે અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક બાંધી કચેરીએ આવીને દસ્તાવેજી પુરાવો મેળવી રહ્યા છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ નગરપાલિકા માં આવેલ આધાર કાર્ડની ઓફિસ અને તેની કામગીરી છેલ્લા છ માસથી બંધ હાલતમાં છે અને લોકડાઉના સમયગાળાથી આધારકાર્ડની કામગીરી સદંતર પણ એ બંધ હાલતમાં છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ નગરપાલિકામાં કોઈપણ જાતની આધારકાર્ડની કામગીરી કરવામાં આવી રહી નથી.

ત્યારે છ માસથી આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી રોજ સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ આધારકાર્ડ માં સુધારા કરવા માટે નવું આધાર કાર્ડ કઢાવવા માટે અને ખાસ કરી કોઈ સરકારી કામકાજ મા આધાર કાર્ડ ની જરૂર પડે તે હેતુથી આધારકાર્ડ સંબંધિત કામકાજ માટે સુરેન્દ્રનગર જિલ્લાની દુધરેજ નગરપાલિકામાં રોજના ૧૦૦થી વધુ લોકો આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે ધર્મનો ધક્કો ખાઈ રહ્યા છે.

આર.ટી.ઇ ના ફોર્મ ભરવા આધાર કાર્ડ જરૂરી

લોકડાઉન ના સમયગાળા બાદ જીલ્લામાં તમામ આધાર કાર્ડ કાઢવાની સિસ્ટમ બંધ હાલતમાં છે અને આધારકાર્ડની કામગીરી બંધ હોવાના કારણે ખાસ કરી હાલમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ યોજના રાઇટ ટુ એજયુકેશન ફોર્મ ભરવા માટે આધારકાર્ડ ખૂબ જરૂરી બન્યું છે અને વિદ્યાર્થીઓ ને આ યોજનાનો લાભ લેવા અનેઙ્ગ મફત શિક્ષણ મેળવવા ધોરણ એક માં પ્રવેશ મેળવવા માટે આ ફોર્મ ભરવું જરૂરી છે અને આ ફોર્મ સાથે આધારકાર્ડ જોડવું ફરજીયાત છે ત્યારે આવા અમુક વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડ ન હોવાના કારણે જિલ્લામાં આ યોજનાનો લાભ અનેક વિદ્યાર્થીઓ નહીં લઈ શકે અને આ સરકારી યોજનાનો લાભ થી અનેક વિદ્યાર્થીઓ વંચિત રહેશે.

બીજી તરફ ડીલેવરી સમયે મફત ડીલેવરી થાય તેવી સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે અને આ ડીલેવરીનો તમામ ખર્ચ સરકાર ભોગવશે તેઓ આ યોજનાનો હેતુ છે ત્યારે આ યોજનામાં પણ ફોર્મ ભરતા સમયે આધાર કાર્ડ જરૂરી છે જો આ આધારકાર્ડ ખોટું હોય કે અંદર ની વિગત અપ્રાપ્ય હોય તો આ યોજનાનો લાભ જે તે પરિવારોને ડીલેવરી કરતી મહિલાનો ખર્ચ મળશે નહીં. ત્યારે જિલ્લામાં આ સમયે પણ આધાર કાર્ડ હોવું જરૂરી છે.

આધારકાર્ડની કામગીરી પુન : શરૂ કરવા જિલ્લાવાસીઓની માગ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા છ માસથી આધાર કાર્ડ સુધારાની અને નવા આધાર કાર્ડ કાઢવાની ની તમામ સિસ્ટમ બંધ હાલતમાં છે ત્યારે હાલમાં તમામ સરકારી ઓફિસો રેગ્યુલર રીતે શરૂ થઈ ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડની કામગીરી હાલમાં છ માસના સમયગાળાથી બંધ હાલતમાં છે તે છતાં પણ હજુ તમામ કચેરીઓ ચાલુ થઇ ગયા હોવા છતાં પણ આધારકાર્ડની કામગીરી બંધ છે અને જિલ્લામાં આવેલ તમામ આધાર કાર્ડ ની સિસ્ટમ પણ હાલમાં બંધ હાલતમાં છે જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓને ભારે એવો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાકીદે આધાર કાર્ડની કામગીરી ચાલુ કરવા માંગ ઉઠવા પામી છે.

આધાર કાર્ડ સુધારા અને નવા આધાર કાર્ડ કર્મચારીઓ જણાવેલ કે ઉપરથી તમામ આધાર કાર્ડ સુધારા ની અને નવા આધાર કાર્ડ કાઢવા ની કામગીરી બંધ છે જો સત્વરે આ કામગીરી ચાલુ થાય તો જિલ્લાના અનેક પરિવારને સરકારી યોજનાઓનો લાભ મળશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે.

(11:43 am IST)