Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જસદણ અને વિછીંયા તાલકામાં રૂ. ૫૦૩૪ લાખના ખર્ચે ૧૨૫ કી.મી રસ્તાઓ નવા બનશે

માર્ગ અને મકાન વિભાગ પાસે મહત્વના રસ્તાઓ મંજુર કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

(વિજય વસાણી દ્વારા)જસદણ,તા.૨ : જસદણ અને વિછીંયા તાલુકામાં રૂ.૫૦૩૪ લાખના ખર્ચે અંદાજે ૧૨૫ કી.મી. લંબાઈના મહત્વના રસ્તાઓના નવીનીકરણના કામો માર્ગ અને મકાન વિભાગ પાસે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મંજુર કરાવ્યો છે.

જસદણ તાલુકાના (૧) રાણીંગપર-રણજીતગઢ ૨.૩૦ કી.મી રસ્તાના કામ માટે રૂ.૧૯૦ લાખ (ર) પોલારપર-બાખલવડ—દેવપરા ૩.૦૦ કી.મીના રૂ.૧ ૮૦ લાખ (૩) ચીતલીયા-નાની લાખાવડ ૨.૦૦ કી.મીના રૂ.૧૫૦ લાખ (૪) કાનપર-ઝુંડવાળી ખોડીયારથી કરમાળ કોટડા ૫.૦૦ કી.મીના રૂ.૫રપ લાખ (૫) દેવપરા-પારેવાળ ૪.૫ કી.મીના રૂા઼.૧૨૦ લાખ (૬) ભાડલા-વેરાવળ-રાણીંગપર ૬.૫૦ કી.મીના રૂ. ૧૬૦ લાખ (૭) રણજીતગઢ-બોધરાવદર ૨.૫ કી.મીના રૂ.૫૦ લાખ (૮) ભંડારીયા-ગઢડીયા (જામ) ૪.૫ કી.મીના રૂ.૧૦૦ લાખ (૯) મોટા દડવા-જસાપર ૪.૮ કી.મીના રૂ.૧૦૦ લાખ (૧૦) જીવાપર-ગુંદાળા (જામ) ૩.૭૦ કી.મીના રૂ. ૬૦ લાખ (૧૧) પાંચવડા-ગુંદાળા (જામ) ૩.૭૦ કી.મીના રૂ. ૬૦ લાખ (૧૨) ડોડીયાળા એપ્રોચના ૨.૭૦ કી.મીના રૂ. ૬૦  લાખ (૧૩) રામળીયા-હલેન્ડા ૪.૮ કી.મીના રૂ.૮૦ લાખ (૧૪) ડુંગરપુર એપ્રોચના ૧.૦૦ કી.મી.ના રૂ.૧૭ લાખ (૧૫) વાસાવડ-ઝુંડાળા ૬.૦૦ કી.મીના રૂ.૧૪૦ લાખ (૧૮) ભાડલા-વિરપર-બોઘરાવદર-ગોલીયા ૧૪.૨ કી.મી.ના રૂ.૮૨૭ લાખ (૧૭) આટકોટ-ગુંદાળા રોડ ૮.૬૪ કી.મી.ના રૂ.૫૯૫ લાખ (૧૮) સાણથલી-વાસાવડ રોડથી થોરખાણ એપ્રોચ રોડ ૧.૭ કી.મી.ના રૂ.૨૮ લાખ (૧૯) ભાડલા-આણંદપર રોડ ૨.૩ કી.મીના રૂ.૩૦ લાખ મળી જસદણ તાલુકા માટે રૂ.૩૪૭ર લાખની રકમ મંજુર કરવામાં આવી છે.

વિછીયા તાલુકાના (૧) પાટીયાળી-વેરાવળ રોડ ૪.૦૦ કી.મી.ના રૂ. ૭૫ લાખ (ર) મદાવા અપ્રોચ ૧.૫૦ કી.મી.ના રૂ.૨૫ લાખ (૩) કડુકા ધારૈઈ ૧.૯૦ કી.મી.ના રૂ.૩૫ લાખ (૪) ફુલઝર એપ્રોચ ૨.૦૦ કી.મી.ના રૂ.૩૦ લાખ (પ) થોરીયાળી-રૂપાવટી-પીપરડી-સનાળી રોડ ૮.ર૦ કી.મી.ના રૂ.૩૫૦ લાખ (૬) વનાળા-સરતાનપર ૩.૦૦ કી.મી.ના રૂ.૫૦ લાખ (૭) જનડા-હાથસણી ૩.૦૦ કી.મી.ના રૂ.૯૦ લાખ (૮) ભડલી-સનાળા રોડ પર ભડલી ગામતળમા સી.સી.રોડના રૂ. ૬૦ લાખ (૯) કડુરા ગામ પાસે સી.સી.રોડના રૂ.૪૦ લાખ  (૧૦) કોટડા એપ્રોચ રોડ ૧.૫૦ કી.મી.ના  રૂ.૩૦ લાખ (૧૧) વિછીંયા-ખારચીયા ૨.૦૦ કી.મી.ના રૂ.૩૬ લાખ (૧૨) આંબરડી એપ્રોચ રોડ ૧.૫૦ કી.મીના રૂ. ૨૮ લાખ (૧૩) રૂપાવટી જોઈનીગ પીપરડી-થોરીયાળી રોડ ૨.૦૦ કી.મી.ના રૂ.૨૮ લાખ (૧૪) સરતાનપર-દેવધરી ૧.૫૦ કી.મી.ના  રૂ.૩૦ લાખ (૧૫) જનડા એપ્રોચ રોડ ૧.૩૦ કી.મી.ના  રૂ.૪૫ લાખ (૧૬) છાસીયા-સણોસરા રોડ ૩.૦૦ કી.મી.ના  રૂ.૩૦૫ લાખ મળી વિછીંયા તાલુકા માટે ૧૨૭૫ લાખની રકમ મંજુર કરવામાં આવી છે.

તદ ઉપરાંત ચોમાસાના સમય દરમ્યાન પડતા ભારે કોઝવે ઉપર પાણી ભરાવવાના કારણે બંધ થતાં રસ્તાઓ કાયમી ખુલ્લા રહે તેવા હેતુસર જસદણ તાલુકાના સાણથલી-ડોડીયાળા કોઝવેની જગ્યાએ બ્રિજ બનાવવાના કામ માટે રૂ.૧૨૦ લાખ, વિછીયા તાલુકાના (૧) રેવાણીયા-દડલી રોડ ઉપર કોઝવેની જગ્યાએ બ્રિજ બનાવવાના કામ માટે રૂ.૮૦ લાખ, (ર) વનાળા-સરતાનપર રોડ ઉપર કોઝવેની જગ્યાએ બોકસ કલ્વર્ટના કામ માટે રૂ.૭૫ લાખ અને (૩) દડલી ગુંદાળા રોડ ઉપર ખટતા પુલ માટે રૂ.૩૦ લાખ મળી કુલ રૂ.૩૦૫ લાખની વધારાની રકમ મંજુર કરવામાં આવી છે.

જસદણ અને વિછીંયા તાલુકાના ખેડતો, સરપંચો, આગેવાનો સહીતના વાહન ચાલકો દ્વારા રસ્તાના કામો માટે થતી માંગણીઓને  માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ રજુ કરતા બંને તાલુકાઓના ૭૫ થી વધુ ગામડાઓએ સ્પર્શતા રસ્તાઓના કામોને મંજુરી આપવામાં આવી છે, મંજુર કરવામાં મોટા ભાગના કામોના ટેન્ડર સહીતની કામગીરી પર્ણ કરવામાં આવી છે ટેન્ડર બાદની બાકી રહેતી વહીવટી કામગીરી પુરી થયે ચોમાસા બાદ તમામ રસ્તાઓના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

જસદણ અને વિછીંયા તાલુકાના ઈતિહાસમાં પ્રથમ વખત મોટા પ્રમાણમાં પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓના વિકાસના કામોને ભા.જ.પ.ની સરકાર દ્વારા મંજુર કરવામાં આવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની કામગીરીને રાજકીય આગેવાનો, સરપંચ સહીતના લોકોએ બીરદાવી છે.

(11:52 am IST)