Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જેતપુર પોલીસે કારનો પીછો કરતા ૩૪ બોટલ દારૂ જપ્ત : ડ્રાઇવર નાસી છૂટયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રઃ પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ  કે સફેદ કલરની ફ્રન્ટી કાર જુનાગઢથી ગોંડલ તરફ દારૂની હેરાફેરી કરવા જવાની હોય જે આધારે અજીતભાઇ, લખુભા રાઠોડ સહિતના તત્કાલ હનુમાન ચોકડી ઓવર બ્રીજ ઉપર વોચમાં હતાં ત્યારે જુનાગઢ તરફથી સફેદ કલબરની ફ્રન્ટી કાર પસાર થતાં શંકાના આધારે તેને રોકવા કોશિસ કરતા કાર ચાલકે ફુલસ્પીડે નીકળી જતા તેનો પીછો કરેલ ત્યારે ચાલકે કાર રબારીકા ચોકડી પાસેના પુલ પાસે રાખી નાસી ગયેલ. પોલીસે કારની તાસી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૪ કિ.રૂ. ૧૬,૮૦૦નો મળી આવતા દારૂ તેમજ ફ્રન્ટી કાર કબ્જે કરી કાર ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

(12:47 pm IST)