Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાષ્ટ્રીય એકતા અખંડીતતા અને સુરક્ષા જળવાઇ રહે તેવા સંદેશા સાથે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ

જુનાગઢઃ રાષ્ટ્રીય એકતા દિવસ નિમીતે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખાસ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ યાત્રામાં જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાસમસેટ્ટીની આગેવાની હેઠળ જુનાગઢ જિલ્લા એ ડીવી. પો.સ્ટે.નાપોલીસ ઇનસ્પેકટર  આર.જી.ચૌધરી તથા બી ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટ  આર.બી.સોલંકી તથા એસઓજી શાખા પો.સ.ઇ. જે.એમ.વાળા તથા સી. ડીવી. પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એસ.ડાંગર તથા જુનાગઢ તાલુકા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર  એસ.એન.સગારકા તથા એ ડીવી. બી. ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકરી તથા પોલીસ કર્મચારી તથા મહિલા પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ સભ્યો સહીત કુલ ૩૩૪ જવાનો દ્વારા પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ જુનાગઢ ખાતે રાષ્ટ્રીય એકતા, અખંડીતા અને સલામતીની ભાવનાની શપથ લઇ પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતેથી રવાના થઇ કાળવા ચોક સરદારના બાવલા, ભુતનાથ થઇ મોતીબાગ સુધી માર્ચ પાસ્ટ કરવામાં આવેલ અને રાષ્ટ્રીય એકતા તથા ભાઇચારાની ભાવના પ્રજામાં કેળવાય તેવા ઉમદા આશયથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક એચ.એસ.રત્નુ તથા ઇન્ચાર્જ  રીઝર્વ પોલીસ  સબ ઇન્સ્પેકટર જે.કે.ત્રિવેદી જહેમત ઉઠાવી હતી.

(1:03 pm IST)