Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ધોરાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધનતેરસ તથા રૂપ ચૌદસ નિમિત્તે ૫૧ કુંડી વૈદિક સમરસતા મહાયજ્ઞ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કુટુંબ પ્રબોધન ધર્મ જાગરણ અને વૈદિક પરિવાર ધોરાજીના સંયુક્ત ઉપક્રમે સુકન્યા પૂજન તથા ૫૧ કુંડી વૈદિક સમરસતા મહાયજ્ઞ ધનતેરસ તથા રૂપચૌદશ નિમિત્તે ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન જેતપુર રોડ ખાતે યોજાયો હતો
ધોરાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધનતેરસ તથા રૂપચૌદશ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કુટુંબ પ્રબોધન ધર્મ જાગરણ અને વૈદિક પરિવાર ધોરાજી ના સંયુક્ત ઉપક્રમે તથા ૫૧ કુંડી વૈદિક સમરસતા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
Rss ના ચંદુભાઈ ચોવટીયા એ જણાવેલ કે ૫૧ કુંડી મહા યજ્ઞ  ભારતીય સંસ્કૃતિમાં માનવજીવન સર્વાંગી વિકાસ અને જુદીજુદી શક્તિ પ્રાપ્ત કરવા માટે અલગ-અલગ ઉત્સવ ઉજવતા હોય છે જેમાં રૂપ ચૌદશ કાળી ચૌદશ ને દિવસે ભગવાન પાસે જગતની અંદર આસુરી શક્તિ પર વિજય પ્રાપ્ત કરવા માટે નો શક્તિ ઉપાસનાનો દિવસ છે આજ દિવસે સત્ય મામાજી એ શ્રીકૃષ્ણ ની મદદથી નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો અને સ્ત્રી ઉદ્ધારક નો આ કામ હોવાથી ભગવાન શ્રીકૃષ્ણના પટલાણી આ બીડું ઝડપ્યું હતું પોતાના સ્વાર્થ માટે શક્તિ વાપરનાર દુર્યોધન બીજાના માટે શક્તિ વાપરનાર કરણ અને ધર્મકાર્યમાં શક્તિ નો હવન કરનાર અર્જુન મહાભારતમાં આ ત્રણ પાત્રો નો ઉત્કૃષ્ટ ચિત્રણ કરીને આપણને સ્પષ્ટ જીવન દર્શન આપ્યું છે આપણે સૌ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ઈશ્વરની ઉપાસના કરી યજ્ઞની આહૂતિ દ્વારા શક્તિ પ્રાપ્ત કરી રાષ્ટ્ર અને આસુરી શક્તિ થી મુક્ત કરવા પ્રાર્થના કરીએ છીએ આ હેતુથી ધોરાજીના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ એક જૂના બસ સ્ટેશન ખાતે  ૫૧ કુંડી મહાયજ્ઞ યોજાયો હતો જેમાં સમસ્ત હિન્દુ સમાજના નવદંપતિઓએ વિનામૂલ્યે ભાગ લીધો હતો
૫૧ કુંડી મહાયજ્ઞ અને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી

(6:44 pm IST)