Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કાલે સાળંગપુરશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે કાળી ચૌદશનાં મારૂતિ યજ્ઞ- સમૂહ પુજન-અન્નકોટ દર્શન

દિપાવલી પર્વને વધાવવા રોશનીને ઝગમગાટ : નૂતનવર્ષના દિવસે અન્નકોટ-શણગાર આરતી

વાંકાનેર,તા.૨: બોટાદઙ્ગ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિકઙ્ગ 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી , કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદસજી સ્વામી અને પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ના માર્ગદર્શન હેઠળ આવતીકાલે 'કાળી ચૌદશ'ના પાવન પર્વે દાદા ના દરબારમાં સવારેઙ્ગ ૮ થી ૧૨ સમૂહમાંઙ્ગ 'મારૂતિ યજ્ઞ'નું ભવ્ય આયોજન કરેલ છે તેમજ સમૂહમાં પૂજનવિધિ કરવામાં આવશે.હફ, કાળી ચૌદસના દિવસે શ્રી હનુમાનજી મહારાજનું પૂજન અર્ચના ભાગ્યની વાત છેેે. શ્રી હનુમાનજીદાદા ની આરાધના કરવાનો આ ઉત્ત્।મ દિવસ છે ખાસ વિશેષમાં આ દિવસેઙ્ગ અનાદી મૂળ અક્ષર સદગુરૂદેવ પૂજય શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજ શ્રીઙ્ગ 'અષ્ટિકા નો ભવ્ય અભિષેક' આ દિવસે કરવામાં આવે છે , સાળંગપુરધામની પાવન તપોભૂમિમાં આ જગ્યામાં સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી એ સહુના કષ્ટ હરવા અહીંયા દાદા ની સ્થાપના કરેલ છે આજે લાખો લોકો દાદા ના દર્શનાથે આવે છે અને દાદાના દર્શન કરીને તન મન ને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે ,જયાં આવતીકાલે તા.૩ /૧૧/ ૨૧ને બુધવાર ના રોજઙ્ગ 'કાળી ચૌદસ'ના રોજ મારૂતિ યજ્ઞ સવારના ૮ થી ૧૨ સુધી છે તેમજ આવતીકાલે સવારે મંગળા આરતી સવારેઙ્ગ ૫:૩૦ કલાકે થશે તેમજ દાદા ની દિવ્યઙ્ગ 'શણગાર આરતી'સવારેઙ્ગ ૭ કલાકે થશે તેમજ દાદાનો ભવ્ય અભિષેક સવારે ૯ કલાકે સર્વે સંતો દ્વારા કરવામાં આવશે તેમજઙ્ગ 'અન્નકોટ આરતી' સવારે ૧૧:૩૦ કલાકે પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવશે તેમજ 'અન્નકોટ દર્શન' બપોરેઙ્ગ ૧૧:૩૦ કલાકથી સાંજનાઙ્ગ ૪ કલાક સુધી છે, સમૂહ યજ્ઞ પુર્ણાહુતી બપોરે ૧૨ કલાકે થશે સાંજે સંધ્યા આરતીઙ્ગ ૬:૩૦ કલાકે થશે, સાંજનો થાળ સાંજેઙ્ગ ૭ થીઙ્ગ ૭:૪૫ કલાક સુધી છે તેમજઙ્ગ 'શયન' રાત્રે નવ કલાકે થશે , વિશેષ માં આવતીકાલે કાળી ચૌદસ ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને નવા બનાવેલા દિવ્ય વાંધાઙ્ગ ૧૫ કિલો ચાંદી અને એક લાખ અને આઠ હજાર ડાયમંડ ના દાદા વાંધા કાલે પહેલીવાર પહેરાવાશે, આવતીકાલે કાળી ચૌદસ ના દાદાના દરબારમાં હજારો ભાવિકો પધારશે દૂર દૂરથી દર્શન કરવા કાળી ચૌદસ ના આવે છે, આ ઉપરાંત તા.૪ / ૧૧ / ૨૧ ગુરૂવાર ના રોજ ચોપડા પૂજન, લક્ષમી પૂજન, શારદા પૂજન ) બપોરેઙ્ગ ૧:૪૮ થીઙ્ગ ૩:૧૫ કલાક સુધી રાખેલ છે તેમજ 'દીપોત્સવ' દિવાળી ના રોજ સાંજેઙ્ગ ૬:૩૦ કલાકેઙ્ગ દાદા ના નિજ મંદિર માં ઝગમગઙ્ગ અસંખ્ય દીવડાઓ સાથે ભવ્યાથી ભવ્ય 'સંધ્યા આરતી' કરવામાં આવશેઙ્ગ તેમજ 'આતશબાજી' રાત્રેઙ્ગ ૯ થીઙ્ગ ૧૦ કલાકે કરવામાં આવશે મંદિરના દર્શન રાબેતા મુજબ થશે. આ ઉપરાંત તા.૫ / ૧૧ / ૨૧ ના શુક્રવારના રોજઙ્ગ 'નૂતન વર્ષ' નિમિતેઙ્ગ 'મંગળા આરતી' સવારેઙ્ગ ૫:૦૦ કલાકે થશે , 'દિવ્ય શણગાર આરતી' સવારે ૭:૦૦ કલાકે થશેઙ્ગ તેમજ સવારેઙ્ગ ઙ્ગ૯:૩૦ થીઙ્ગ ૧૧ સુધી દર્શન બંધ રહેશે.

સવારેઙ્ગ ૧૧:૦૦ કલાકેઙ્ગ 'અન્નકોટ આરતી' અનેઙ્ગ ૧૧ થી બપોર નાઙ્ગ ૪:૦૦ સુધી અન્નકોટ દર્શન થશે સાંજેઙ્ગ ૬:૩૦ કલાકે સંધ્યા આરતી, સાંજીનો થાળઙ્ગ સાંજેઙ્ગ ૭ થીઙ્ગ ૭:૪૫ રહેશે અનેઙ્ગ 'શયન' નવ વાગ્યે થશેઙ્ગ ઙ્ગઆવતીકાલે કાળી ચૌદસ ના દાદા ના નિજ મંદિર માં અનોખા પુષ્પો ના શણગાર કરવામાં આવશે , દાદા ના સિંહાસન ને પુષ્પોથી શુભોષિત કરવામાં આવશેઙ્ગ તેમજ નવા વર્ષ ના પણ અનોખા પુષ્પોના શણગાર કરવામાં આવશે , સમગ્ર મંદિર ને રોશનીથી ઝળહળીત કરવામાં આવેલ છે આવતીકાલે કાળી ચૌદસના હજારો ભાવિકો સાળંગપુરધામ દાદા ના દરબાર માં દર્શન કરવા આવશે જેના આયોજક પૂજય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરૂ પૂજય શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામીઙ્ગ (અથાળાવાળા) તથા પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી (ડી.કે .સ્વામી)ની યાદીમાં જણાવાયું છે.

(11:58 am IST)