Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ઠંડકનું પ્રમાણ વધી ગયુ : નલીયા કરતા અમરેલી - જૂનાગઢમાં વધુ ઠંડી

નલીયામાં ૧૫.૮, અમરેલી - જૂનાગઢમાં ૧૪.૬, રાજકોટમાં ૧૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ધીમે-ધીમે શિયાળાની અસર વર્તાવા લાગી છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે શિયાળા જેવા વાતાવરણ સાથે ખુશનુમા હવામાનનો અનુભવ થાય છે.

જો કે સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે ગરમી સાથે ઉનાળા જેવી ઋતુનો અહેસાસ થાય છે.  આજે સવારે ઠંડકનું પ્રમાણ વધી ગયું છે. આજે સવારે કચ્છના નલીયા કરતા અમરેલી અને જૂનાગઢમાં ઠંડી વધી છે. નલીયામાં ૧૫.૮ ડિગ્રી તથા અમરેલી - જૂનાગઢમાં ૧૪.૬ ડિગ્રી તથા રાજકોટમાં ૧૮ ડિગ્રી તથા જામનગરમાં ૨૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૪.૫ મહત્તમ, ૨૦ લઘુત્તમ, ૭૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૨.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૨૧.૧૨)

કયાં કેટલી ઠંડી

 

 

શહેર

લઘુત્તમ તાપમાન

 

અમરેલી

૧૪.૬

ડિગ્રી

વડોદરા

૧૬.૬

,,

ભાવનગર

૧૯.૦

,,

જામનગર

૨૦.૦

,,

ભુજ

૧૯.૪

,,

દાદરાનગર હવેલી

૨૩.૬

,,

દમણ

૨૨.૦

,,

ડીસા

૧૭.૪

,,

દીવ

૧૬.૮

,,

દ્વારકા

૨૨.૨

,,

જુનાગઢ

૧૪.૬

,,

કંડલા

૧૮.૮

,,

નલીયા

૧૫.૮

,,

ઓખા

૨૪.૨

,,

પોરબંદર

૧૮.૩

,,

રાજકોટ

૧૮.૦

,,

સુરત

૨૩.૬

,,

વેરાવળ

૨૦.૬

,,

(1:18 pm IST)