Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબીની ગોઝારી ઘટનાનો વધુ ઍક વીડિયો વાયરલ : મચ્છુ નદીમાં જીવ બચાવવા લોકો મારી રહ્ના છે તરફડિયા

જીવ બચાવવા કેટલાક નદીમાં તરીને, તો કેટલાક બ્રિજના કેબલ પર લટકીને જીવ બચાવવા ચીસો પાડી હતી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબીની હોનારતને ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો છે. હજી પણ મચ્છુ નદીમાî ૧૩૫ લોકોની મરણચીસો ગુîજી રહી છે. મચ્છુ નદીમાî અનેક બાળકો સહિત ૧૩૫ લોકોઍ જળસમાધિ લીધી હતી. ત્યારે આ પળ હચમચાવી દે તેવી હતી. જે લોકો નદીમાî પડ્યા હતા તે બચાવવા તરફડિયા મારી રહ્ના હતા, ત્યારે આ હચમચાવી દેતી ઘટનાનો વધુ ઍક વીડિયો સામે આવ્યો છે. જે અત્યîત દર્દનાક છે. 
મોરબીની ગોઝારી દુર્ઘટનાનો વધુ ઍક વીડિયો સામે આવ્યો છે. ઝૂલતો પુલ તૂટ્યાની ઘટના સમયનો આ વીડિયો છે, જે કિનારે ઉભેલી ઍક વ્યક્તિઍ પોતાના મોબાઈલમાî કેદ કર્યો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે. જેમાî મચ્છુ નદીમાî જીવ બચાવવા લોકો કેવી રીતે તડફડિયા મારી રહ્નાî છે તે જાઈ શકાય છે. પુલ તૂટ્યા બાદ લોકો નદીમાî પટકાયા હતા. ત્યારે જીવ બચાવવા કેટલાક નદીમાî તરીને, તો કેટલાક બ્રિજના કેબલ પર લટકીને જીવ બચાવવા ચીસો પાડી હતી. બધા લોકો જીવ બચાવવા હવાતિયા મારી રહ્ના હતા, પરîતુ તેમને ખબર ન હતી કે તેમના હાથમાî આખરે મોત આવવાનુ હતુ. આ ­યાસો નકામા હતા
ઍક તરફ ઢળતી સાîજ હતી, તો બીજી તરફ વાતાવરણમાî લોકોની ચીસો છવાઈ હતી. કિનારે ઉભેલા લોકોને સમજાતુ ન હતુî કે આખરે શુî થઈ રહ્નાî. જાતજાતામાî ૧૩૫ લોકોના જીવનનો સૂર્ય આથમ્યો હતો.

 

(10:44 am IST)