Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી બ્રિજમાં ઓરેવાના કર્મચારીઓ ટિકિટ 50 કે 100 રૂપિયે બ્લેકમાં વેચતા હતા ટિકિટ

મોરબી બ્રિજ માટે ઓરેવાના કર્મચારીઓ બ્લેકમાં ટિકિટ વેચતા અને આ બ્લેકની ટિકિટના ભાવ 50 અને 100 રૂપિયા હતા

મોરબીઓ બ્રિજ ધરાશાયી થવાના મામલે એક બાદ એક ચોંકવનારી વિગતો સામે આવી રહી છે/ મોરબી બ્રિજ માટે ઓરેવાના કર્મચારીઓ બ્લેકમાં ટિકિટ વેચતા હતા, અને આ બ્લેકની ટિકિટના ભાવ 50 અને 100 રૂપિયા હતા. પુલના રિનોવેશનમાં વારંવાર નિયમોનો ભંગ કર્યો હોવા છતાં કંપની ઉપર ગાંધીનગરના નેતાઓના ચાર હાથ હતા. 

સમજૂતી કરાર પ્રમાણે ટિકીટના દર પુખ્યવયની વ્યક્તિ માટે 15 અને બાળકો માટે 10 રૂપિયા રાખવાની વાત હતી પરંતુ ઓરેવાએ પુખ્ય વ્યક્તિ માટેના દર 17 રૂપિયા અને બાળકો માટેના દર 12 રૂપિયા રાખ્યા હતા. સ્થાનિકોનો આરોપ હતો કે ઓરેવાના કર્મચારીઓ ઝૂલતા પુલ પર જવા માટે ટિકીટના દર કરતાં વધારે એટલે કે 50 કે 100 રૂપિયા લઇને બ્લેક માર્કેટીંગ કરતા હતા.

(1:07 am IST)