Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

રાજ્યના સૌ પ્રથમ એવા ભાવનગરમાં કેબલ સ્ટેઈડ બ્રીજની મુલાકાત લેતા કલેક્ટર

કેબલ સ્ટેઈડ બ્રીજની ડિઝાઇન, વહન ક્ષમતા અને મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી

( વિપુલ હિરાણી દ્વારા: ભાવનગર : રાજ્યના સૌ પ્રથમ એવા ભાવનગરના કેબલ સ્ટેટ બ્રિજની મુલાકાતે ભાવનગરના કલેકટર દોડી ગયા હતા.મોરબીની ઘટના બાદ તંત્ર દ્વારા આ મુલાકાત કરવામાં આવી છે.

ભાવનગરમાં કેબલ સ્ટેઈડ બ્રીજની મુલાકાત જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે લીધી હતી. કલેકટરએ કેબલ સ્ટેઈડ બ્રીજની ડિઝાઇન, વહન ક્ષમતા અને મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી હતી. 
આ તકે કલેકટરએ જણાવ્યું હતું કે આ બ્રિજ વર્ષ ૨૦૧૨ માં બનેલો છે અને ત્યારબાદ વર્ષ ૨૦૧૩થી સતત કાર્યરત છે બ્રીજનું બાંધકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ મેન્ટેનન્સ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કરી રહ્યું છે ત્યારે મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવી હતી આ ઉપરાંત કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન ભાવનગર પ્રાંત અધિકારી એમ.એમ.ઝણકાટ, માર્ગ અને મકાન (સિવિલ) નાં ડેપ્યુટી એન્જિનિયર દિલીપભાઈ મેર, ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં ડેપ્યુટી એન્જિનિયર નિતેશ ધોન્ડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:48 pm IST)