Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબીની ઘટનાથી દ્વારકા દિવાળીની ભીડ માટે તંત્ર શીખ લેશે ?

મંદિર પાસે દિવાળીના મીની વેકેશનની ભીડ અકસ્‍માત માટે ચિંતાનો વિષય

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧: ગઇકાલે સમી સાંજે સૌરાષ્‍ટ્રના મોરબી ખાતે જ ે રીતે લાકડાનો પુલ તુટી ગયો અને ૧૦૦ જેટલા લોકો સ્‍વધામ પહોંચી ગયા તે ઘટના ઉપરથી હવે વહેલી તકે વહીવટી તંત્ર એ યાત્રીકોની ભીડ ને ખાળવા અલગ અલાયદી વ્‍યવસ્‍થા કરવા માટે તંત્ર એ વહેલી તકે આગળ આવવું જોઇએ તેવો સુર દ્વારકાવાસીઓ દ્વારા વ્‍યકત થઇ રહયો છે.
યાત્રાધામ દ્વારકામાં દિવાળીના મીની વેકેશનમાં જે રીતે યાત્રીકોની ભીડ જોવા મળી તે દ્વારકાના ઇતિહાસમાં એક નોંધનીય ભીડ હોવાનું ચોકકસ માનવું પડે ખુદ વહીવટી તંત્ર પણ ભીડને લઇને વાતનો સ્‍વીકાર કરે છે તો પછી દર્શનાર્થીઓ માટે સરળ અને અકસ્‍માતને ખાળવા શું પગલા એ એક ચિંતાનો વિષય કહી શકાય.
દિવાળીના ટ્રાફીકને લઇને આમ જોઇએ મંદિર પરિસર ત્‍થા ગોમતીઘાટ અને પરિસર બહાર જે રીતે યાત્રીકો કલાકો સુધી દશર્શ્રન માટે લાઇનો લગાવી હતી તેમાં જરાપણ ધકકા મુકકી થાય અથવા તો ફટાકડા જેવો કોઇ પદાર્થનો પણ ધડાકો કરી નાખે તો યાત્રીકોમાં ભાગ દોડ મચી જાય આવા સમયે તંત્ર પાસે અકસ્‍માતને ખાળવા ન તો કોઇ ફાયરની ટીમ હતી કે નતો બચાવ કામગીરી માટે કોઇ ફોર્સ નિષ્‍ણાંતોની ટીમ હતી એટલું નહિં પરંતુ ચિંતાનો વિષ્‍યા કહી શકાય કે સૌથી આ ભીડમાં મહિલાઓની જન સંખ્‍યા પણ નોંધનીય હતી. આવા સંજોગોમાં મોરબીની ઘટના દ્વારકામાં ઠોંસ વ્‍યવસ્‍થા માટે લાલબતી સમાન છે.
તાજેતરની ભીડને લઇને રાજકોટના નવ નિયુકત આઇ.જી.પી. અશોક યાદવ, જીલ્લા પોલીસ વડા પાંડે અને ડી.વાય.એસ.પી. સમીર શારડાએ મંદિર પરિસરની ભીડ વચ્‍ચે રૂબરૂ યાત્રીકોને મળીને મુશ્‍કેલીઓ જાણી હતી અને પોલીસ વિભાગ તરફથી ભીડને ખાળવા થયેલા સુચનો ખુબજ યોગ્‍ય અને વ્‍યાજબી છે જેની નોંધ વહીવટી તંત્રએ લેવી જોઇએ. (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

વી.આઇ.પી. દર્શન કરવા આવે તો તમામ વ્‍યવસ્‍થા હોય છે ?

દ્વારકાની યાત્રાએ આવતા વી.આઇ.પી.ઓની વિઝીટ લેશ માત્ર જાહેર થતાની સાથે જ દરેક પ્રકારના પોર્ટ કોલ સુરક્ષા અને વ્‍યવસ્‍થા થઇ જાય છે એટલું નહિં પરંતુ એમ્‍બ્‍યુલન્‍સ, ફાયર, તબીબોની ટુકડી વિગેરે સેવાઓ તાત્‍કાલીક અસરથી ઉભી કરી દેવામાં આવે છે.

 

(12:07 pm IST)