Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઉચ્ચ અધિકારીની અધ્યક્ષતામાં FSLની ટીમે તપાસ શરૂ કરી

ઍસઍફઍલની ટીમે ઝૂલતા પૂલના નિર્માણ કાર્યથી લઇને ટેકનીકલ ખામી વિશે તપાસ હાથ ધરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબીમા ઝૂલતાપૂલ દુર્ઘટનાની તપાસમા આજે ઍફઍસઍલની ટીમે ઝપલાવ્યુ હતુ અને ઍસીપીની અધ્યક્ષતામા ઍફઍસઍલ દ્વારા ઝૂલતાપૂલની સમગ્ર ઘટનાનુ નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ. આ પુલના રીનોવેશનથી લઈને તૂટી પડવાની ઘટનામા ટેકનીકલ ખામી પણ ચકાસી હતી.
મોરબીના ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનાની યોગ્ય તપાસ માટે આજે ઍફઍસઍલની ટીમ દોડી આવી હતી અને ઍસીપીની અધ્યક્ષતામા ઍસઍફઍલની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તૂટી પડેલા પુલનુ બરોકાઈથી નિરીક્ષણ કરી પુલના રીનોવેશનમા વપરાયેલી તમામ સામગ્રીની તપાસ કરી હતી અને આ ઘટના પાછળ ટેકનીકલ ખામી જવાબદાર છે કે કેમ તે માટે પુલના તમામ ઢાચા અને ટેકનીકલ પાસા ચકાસ્યા હતા.હાલ ઘટનાસ્થળે ઍફઍસઍલની ટીમ સમગ્ર ઘટના અગે ઉડી તપાસ કરી રહી હોય ઍ તપાસ બાદ પોલીસને રીપોર્ટ સોપશે. ઍ મુજબ આગળની કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યુ છે.

 

(1:07 pm IST)