Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

કાલે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છમાં રણોત્સવનો પ્રારંભ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨

 કચ્છમાં દિવાળી દરમ્યાન જ પ્રવાસીઓના ધસારા વચ્ચે રણોત્સવ શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ સત્તાવાર રીતે આવતીકાલથી રણોત્સવનો પ્રારંભ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ આવી રહ્યા છે. આવતી કાલ તા/૩/૫ ના હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી સવારે ૧૦ વાગ્યે ધોરડો પહોંચશે. જ્યાં ટેન્ટ સીટી મધ્યે તેઓ રણોત્સવ નો પ્રારંભ કરાવશે. એકાદ કલાક ના રોકાણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરત ગાંધીનગર જશે.

(10:17 am IST)