Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

કચ્છના ચકચારી હની ટ્રેપ પ્રકરણની મુખ્ય કડી આશા ઘોરીની સુરતથી ધરપકડ

એક આરોપી ગંધ આવતાં છટકી ગયો, ૬ આરોપી પકડવાના બાકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨

ગાંધીધામની જાણીતી પેઢી ખાવડા ફાઇનાન્સના ફાઇનાન્સર અનંત તન્નાને હની ટ્રેપ માં ફસાવી રૂ. ૧૦ કરોડની ખંડણી માંગવાના પ્રકરણમાં મુખ્ય આરોપી આશા ઘોરીની પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે સૂરતથી ધરપકડ કરી છે. આ પ્રકરણમાં કુલ ૮ જણા સામે ફરિયાદ દાખલ થઈ છે. જે પૈકી ભુજના બિલ્ડર વિનય રેલોન 'લાલા" ની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે બીજા આરોપીની ધરપકડમાં આશા ઘોરી સુરતથી ઝડપાઈ છે. જોકે, આ મહિલાની ધરપકડ દરમ્યાન અન્ય એક આરોપી પોલીસની ગંધ આવતાં છટકી ગયો હતો. આ પ્રકરણમાં હજી ૬ આરોપી પકડવાના બાકી છે. એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમા દ્વારા આ કેસની તપાસ કરાઈ રહી છે. આ કિસ્સામાં અશ્લીલ ક્લિપ બનાવી દસ કરોડ રૂપિયાની માંગણી કરાઇ હતી

(10:25 am IST)