Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ભુજમાં મેલેરિયા તાવથી બીએસએફના જવાનનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: અત્‍યારે ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાનો ઉપદ્રવ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. તે વચ્‍ચે ભુજમાં બીએસએફની ૧૮ બટાલિયનના જવાનનો મેલેરિયા તાવએ ભોગ લીધો છે. બે ત્રણ દિવસથી મેલેરિયા તાવથી પીડાતા ૪૧ વર્ષીય જવાન વી. સુરેશકુમારને ભુજની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરાયા ત્‍યારે તેઓ મળત હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

(10:40 am IST)