Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી દુર્ઘટના પીડીતો માટે વિંછીયામાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨: સંત સુરા શુરવીરો અને દાતારીનો અમર ઈતિહાસ ધરાવતી પાંચાળની પાવન ધરા એવા વિંછીયા ગામે ગામ સમસ્‍ત મોરબી દુર્ઘટના પીડિતો માટે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં મોટા પ્રમાણમાં રક્‍ત દાતાઓએ રક્‍તદાન કરી કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો.

રક્‍તદાતાઓએ પોતાની જીવન સાધનાના ફળ સ્‍વરૂપે માનવ બંધુત્‍વની ભાવના સાર્થક કરવા શ્રેષ્ઠ રક્‍તદાન કરી અનેક લોકોની ગુજરાતી જિંદગીને જીવંત દાન આપેલ છે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી ચૂકેલ માનવ વિજ્ઞાન પણ એનો વિકલ્‍પ શોધી શકેલ નથી એવા માનવ રક્‍તનો એકમાત્ર વિકલ્‍પ માનવᅠ રક્‍ત જ છે માનવ રક્‍તનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી રક્‍તદાન કરવું એ બીજાની જિંદગીમાં નવચેતના સ્‍પર્શ કરાવવાનો સુંદર માર્ગ છે તે માનવ સેવા એજ પ્રભુ સેવાની ઉક્‍તિને સાર્થક કરે છેᅠ તેનાથી આપણામાં માનવતાની મહાન ભાવના જાગૃત થાય છે એ અનુભવ ને કોઈ શબ્‍દમાં વર્ણવી શકાય નહીં આ ભાવનાની જાગૃતિ અને તેના અનુભવો માટે પણ આપણે રક્‍તદાન કરવું જોઈએ. રક્‍તદાનના આ પ્રવાહને વહેતો રાખવામાં સહભાગી થવાથી આપણે તંદુરસ્‍ત અને સુખી સમાજના નિર્માણમાં પણ આપણે યોગદાન આપીએ છીએ વિંછીયા ગામ અને તાલુકામાં સામાજિક સમરસતા અને સર્વે સમાજ એકતાના દર્શનના પ્રેરણાદાયક સંદેશો આપ્‍યો હતો કુદરતી આફત હોય કે ભૂકંપ કે પછી વૈશ્વિક કોરોનાની મહામારી હોય વિછીયા ગામ હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે પાંચાળ પ્રદેશ જયાં મહાભારત વાવો અને ગીતા નીકળે યુદ્ધ વાવો અને બુદ્ધ નીપજે તે આ ભુમીની તાકાત છે જસદણ વિંછીયાના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયાએ રક્‍તદાન કેમ્‍પમાં ઉપસ્‍થિત રહી રક્‍તદાતાઓ અને આયોજકોને ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

(10:43 am IST)