Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જામકંડોરણા ગોંડલ હાઇવે રોડ પર ફોફળ નદીના પુલનું જયેશભાઇ રાદડિયાના હસ્તે ખાતમુહૂર્ત : રૂ. ૧૩.૫૦ કરોડના ખર્ચે નવો પુલ બનશે

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૨ : ગોîડલ હાઇવે રોડ પર ફોફળ નદી પર નવો પુલ બનાવવા માટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૧૩.૫૦ કરોડ મંજુર કરવામાં આવતા આ પુલનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. 
આ ખાતમુહૂર્ત સમયે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરિયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઇ બાલધા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ધ્રુપાલસિંહ જાડેજા, તાલુકા સંઘના પ્રમુખ લીલાભાઇ ભંડેરી, ખીમજીભાઇ બગડા, બાવનજીભાઇ બગડા, ધનજીભાઇ બાલધા, ગૌતમભાઇ વ્યાસ, સુરેશભાઇ રાણપરીયા સહિતના આગેવાનો તેમજ માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર ઍન.વી.પીપળીયા, મદદનીશ ઇજનેર જે.ઍમ.ગાજીપરા સહિતના ઉપસ્થિત રહ્ના હતા. 
આ તકે ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાઍ જણાવેલ કે, રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૧૩.૫૦ કરોડના ખર્ચે આ વરબ્રિજની મંજુરી આપવામાં આવી છે અને તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે હયાત બ્રિજની પહોળાઇ ૭ મીટર હતી તેના બદલે નવા બ્રિજમાં પહોળાઇ ૧૨ મીટર કરવામાં આવી છે તેમજ હાલ ઉંચાઇ ૮.૫૦ મીટર હતી તેના બદલે હવે ૧૩ મીટર ફુટની ઉંચાઇનો બ્રિજ બનશે અને આવતા ચોમાસા પહેલા આ પુલનું કામ પૂર્ણ થાય તે માટે કોન્ટ્રાકટરોને ઝડપી કામગીરી કરવાની સુચના આપવામાં આવી છે.

 

(11:03 am IST)