Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ગુરૂકૃપા આશ્રમ (કાગદડી) ખાતે શુક્રવારે ભવ્‍ય તુલસીવિવાહ : ભકતો માટે મહાપ્રસાદ


રાજકોટ, તા., ૨: પ.પૂ.સીતારામ બાપુની તપોભુમી શ્રી ગુરૂકૃપા આશ્રમ (કાગદડી, મોરબી રોડ, રાજકોટ) ખાતે કાગદડી ગામના રામજી મંદિરના ઠાકોરજીના શુભલગ્ન શ્રી ગુરૂકૃપા આશ્રમ સ્‍થાને મહંતશ્રી ભુપતબાપુના આંગણે શ્રી વૃંદા (તુલસીજી) સાથે તા.૪-૧૧-ર૦રરને શુક્રવારે સાંજે ૬ થી ૯ દરમિયાન હિન્‍દુ શાષાોકત વિધિથી નિર્ધારેલ છે. આ ભગીરથ પાવન અવસર ઉપર ઠાકોરજી અને માતા વૃંદાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભકતજનોને ભાવભર્યુ નિમંત્રણ  પાઠવવામાં આવ્‍યું છે. મંડપ રોપણ તા.૪ ના સવારે ૯ કલાકે અને હસ્‍તમેળાપ  સાંજે પ કલાકે ગૌધુલીક સમયે નિર્ધારેલ છે. જાન પ્રસ્‍થાન બપોરે ૩ કલાકે ઠાકોરજી મંદિર કાગદડી  ખાતેથી વાજતે ગાજતે શ્રી ગુરૂકૃપા આશ્રમ  તરફ જશે. સાંજે ૬ થી ૯.૩૦ દરમિયાન  શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર કાગદડી ખાતે ભકતજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.
ગુરૂકૃપા આશ્રમ દ્વારા શ્રી સીતારામ બાપુની આગામી અગીયારમી તીથીએ સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં તા.૧૦-૧ર-ર૦રર થી તા. ૧૯-૧ર-ર૦રર દરમિયાન શિવ મહાપુરાણ તથા શિવ રૂદ્રયજ્ઞનું  આયોજન શિવપુરી ધામ-સોમનાથ (વેરાવળ) ખાતે કરાયું છે. જેનો લાભ લેવા પણ ધર્મપ્રેમેી લોકોને મહંત ભુપતબાપુ ગુરૂ સીતારામ બાપુ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.  વધુ માહીતી માટે સંપર્ક (રવી) ૯૮૭૯પ ૪રપપ૬ ઉપર સાધવો.

 

(11:57 am IST)