Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રાર્થનાસભાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨: ગુજરાત સરકાર દ્રારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માને આદરના ચિહ્ન તરીકે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર રાજયમાં રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે આજે કચ્છ જિલ્લાના તમામ ગામડા, નગરપાલિકામાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માને શાંતિ મળે તે માટે ­ાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માને આદરના ચિહ્ન તરીકે આજે તા.૦૨/૧૧/૨૦૨૨ના રોજ સમગ્ર રાજયમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં જયાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવતો હોય તે તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીઍ લહેરાવામાં આવશે. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં. (૨૨.૧૨)

 

(11:25 am IST)