Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

રાણાવાવ પાસે જાંબુવતીની ગુફામાં અંદર જવાનો અને બહાર નીકળવાનો સાંકળો ઍક જ રસ્તો : ભીડ સમયે દુર્ઘટનાની દહેશત

વિજયભાઇ મુખ્યમંત્રી હતા તે સમયે યાત્રિકોની સલમાતી માટે રજુઆત કરાય હતી ત્યારપછી ધ્યાન અપાયેલ નથીઃ કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાઍ પુનઃ રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨ : રાણાવાવ નજીક આવેલ ઐતિહાસીક જાંબુવતીની ગુફાઍ પણ અંદર જવા માટે ઍક જ સાંકળો રસ્તો છે અને બહાર આવવા માટે અન્ય રસ્તો નથી. તેથી કોઇ ગંભીર દુર્ઘટના સર્જાઇ શકે તેવી દહેશત સાથે ચાર વર્ષ પહેલા પોરબંદરની બે કોલેજીયન યુવતીઅોઍ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પાયલોટ પ્રોજેકટ કીર્તિમંદિરે હાથોહાથ આપીને ક્ષતિઅો અંગે ધ્યાન દોયુ* હોવા છતાં હજુ સુધી કોઇ પણ જાતની કામગીરી થઇ નહિ હોવાથી પોરબંદર કોîગ્રેસે રાજ્યસરકારને ઉચ્ચકક્ષાઍ રજુઆત કરીને આ બાબતને ગંભીરતાથી લેવા જણાવ્યું છે.

પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા કોલેજમાં ઍમ.ઍસ.ડબલ્યુ.ની વિદ્યાર્થીનીઓ કાજલ મોઢા અને પૂર્વી પોપટે ડીટેઇલ સ્ટડીના ભાગરૂપે ઇમર્જન્સી અોપરેશન સેન્ટર ખાતે પ્રોજેકટ તૈયાર કર્યો હતો. જેમાં ક્રાઉડ મેનેજમેન્ટ ઍટલે કે ધાર્મિકસ્થળોઍ ટોળુ ઍકત્રીત થાય ત્યારે સલામતી અને સુરક્ષા કયા પ્રકારની હોવી જાઇઍ તે અંગે ઉડાણથી સંશોધન કરીને મહત્વની માહિતી રજુ કરી હતી. 

(2:14 pm IST)