Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ઉનાના ૬૦ વર્ષ જૂના મચ્છુન્દ્રી નદી ઉપરના પુલની બન્ને સાઇડો જર્જરિતઃ ભારે વાહન પસાર થતા પુલ ધ્રુજે છે

મચ્છુન્દ્રી પુલની વહેલી તકે મરામત નહીં થાય તો જાહેર સલામતી ઉપર આકસ્મિક જાખમ આવી પડે તેવી દહેશત

(નવીન જાષી દ્વારા) ઉના,તા. ૨ : મચ્છુન્દ્રી નદી ઉપરના ૬૦ વર્ષ જુના પુલની બંને સાઇડ જર્જરિત બની છે. મચ્છુન્દ્રી નદી ઉપરથી ભારે વાહન પસાર થાય ત્યારે ધ્રુજે છે.
આ પુલની વહેલી તકે મરામત કરવામાં નહીં આવે તો જાહેર સલામતી ઉપર આકસ્મિત જાખમ આવી પડે તેવી દહેશત છે તેવું લોકો કહી રહ્નાં છે.
મોરબી જેવી દુર્ઘટના ઉના શહેરમાં પણ બની શકે છે! રાજનેતા નીડરતાથી અવાજ ક્યારે ઉઠાવશે? તે પ્રશ્ન લોકો કરી રહ્ના છે. ૬૦ વર્ષ જુના પુલનું આયુષ્ય પૂરું થઈ ગયું છે તે બધા જાણે છે.
તાજેતરમાં જ મોરબી નો ઝૂલતો પુલ તૂટવાની હૃદય દ્રાવક ઘટના બની છે. જેમાં મહિલા અને બાળકોના થયેલા મોતથી આખા ભારતમાં પડઘા પડ્યા છે.ત્યારે આવી જ પરિસ્થિતિ મચ્છુન્દ્રી નદી ઉપરના પુલની ન બને તે માટે લોકોમાં અવાજ ઉઠવા પામ્યો છે. સોશિયલ મીડિયા ઉપર જર્જરિત પુલને પાડી નવો પુલ બનાવવા વિનંતી થઈ રહી છે.નેશનલ હાઇવે પરનો મચ્છુન્દ્રી નદી ઉપરનો પુલ ૬૦ (સાઈઠ) થી વધુ વર્ષ જૂનો છે. અને આ પુલ ઉપર જયારે ભારે વાહનો પસાર થાય ત્યારે પુલ ધ્રુજવા લાગે છે.(વાઈબ્રેટ થાય છે) બંને બાજુની સાઈડો પણ જર્જરિત થઈ ગઈ છે. 
ઉના તાલુકામાં રાજકીય પક્ષો સાથે જાડાયેલા કાર્યકરો અને નેતા પણ આ વાતથી અજાણ ન હોય ! છતાં ક્યા કારણોસર આ પુલ માટે કોઈ અવાજ નથી ઉઠાવતા? તે ઘણા સવાલો ઊભા કરે છે. છેલ્લા ૨૦ વર્ષમાં બનેલા રોડ રસ્તા તૂટતા જાય છે અને બનતા જાય છે ઍ તો લોકો પણ સમજતા થઈ ગયા છે! પણ આ જાખમી પુલ જાખમથી મુક્ત જલ્દીથી બને તે બાબત ઉના પંથકમાં ટોક ફ ધ ટાઉન બનવા પામેલ છે. રાજકીય પક્ષોની સેવા કરતા નેતા, ­જાની સેવા માટે જાગૃત થાય તેવું લોકો ઈચ્છી રહ્ના છે. નવા પુલનું નિર્માણ થાય તે માટે સામાજિક, ધાર્મિક, અને રાજકીય આગેવાનો આગળ આવી ને જુના પુલની જગ્યાઍ મજબૂત પુલ બનાવવા આગળ આવશે ખરા? લોકહિત માટે જલ્દીથી પુલની મરામત થાય તેવું લોકો ઈચ્છી રહ્ના છે.

 

(11:27 am IST)