Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

બારવણમાં હેમુબેન પર ભત્રીજા અમિતનો લાકડીથી હુમલો

ખેતરમાં બકાલુ વાવ્‍યું હોઇ ટ્રેકટર દૂર હંકારવાનું કહેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૨: કુવાડવાના બારવણ ગામે રહેતાં હેમુબેન જયંતિભાઇ મકવાણા (ઉ.વ.૪૧) પર કુટુંબી ભત્રીજા અમિત મકવાણાએ લાકડીથી હુમલો કરી વાંસા, શરીરે માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.

હેમુબેનના સગાના કહેવા મુજબ ખેતરમાં બકાલુ વાવ્‍યું હોઇ તેમ છતાં ભત્રીજો અમિત ટ્રેકટર હંકારીને નીકળતાં તેને દૂરથી ટ્રેકટર હાંકવાનું કહેતાં તેણે ઝઘડો કર્યો હતો અને બાદમાં હુમલો કર્યો હતો.

(11:38 am IST)