Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જેતપુરમાં છરીના ઘા ઝીંકી માસીની હત્‍યા કરતો ભાણેજ

માસીના દિકરાને પોતાની પત્‍ની સાથે આડાસંબંધ હોય સમાધાનના રૂપિયા લીધા હોવા છતાં ફરી માસીયાઇ પાસે રૂપિયા માંગતા વચ્‍ચે પડેલ માસીનું ઢિમ ઢાળી દીધું:હત્‍યા કરી નાસી છૂટેલ આરોપી મુન્‍ના પટોળીયાને રાજકોટ બસ સ્‍ટેન્‍ડમાંથી રૂરલ એલસીબીએ ઝડપી લીધો

તસ્‍વીરમાં જ્‍યાં મર્ડર થયું તે ઘર અને પકડાયેલ આરોપી નજરે પડે છે. (તસ્‍વીર : કેતન ઓઝા - જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૨ : શહેરના બળદેવધાર નવાગઢ વિસ્‍તારમાં રહેતા વિધાનભાઈ ભરતભાઈ સોલંકીને તેના માસીના દીકરાની પત્‍ની સાથે પ્રેમ સંબંધ હોય તેનું સમાધાન થઈ ગયેલ જે બાબતના રૂપિયાની માગણી કરી માસી એ ના કહેતા ઉશ્‍કેરાઈ જઈ માસિયાઇ ભાઈને મારવા જતા પુત્ર ને બચાવવા વચ્‍ચે માસી ને છરી ના ઘા મારી ભાણેજ નાસી છૂટયો હતો. જો કે ભાણેજને રાજકોટમાંથી પોલીસે દબોચી લીધો હતો.

બનાવની વિગત એવી છે કે અત્રેના નવાગઢ બળદેવધાર વિસ્‍તારમાં રહેતા ભરતભાઈ રમેશભાઈ સોલંકીᅠ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેના દીકરા વિધાનનેᅠ માસીનો દીકરો કે જે સાવારકુંડલા રહે છે તેᅠ મુન્નો કનુભાઈ પટોળિયા બે વર્ષ પહેલા તેની બાજુમાં રહેવા આવેલ. ત્‍યારે તેની પત્‍ની રૂપાબેન સાથે પ્રેમ સંબંધ થઈ ગયેલ જેથી તેનું સમાધાન કરી સવાર કુંડલા રહેવા જતો રહેલ. બાદ ફરી ગઈકાલે રાત્રે દશેક વાગ્‍યા ના અરસામાં ઘેર આવી માતા રેખાબેનને કહેલ કે સમાધાનના રૂપિયા બે લાખ આપો રૂપિયા અગાઉ આપી દીધા છે હવે મારી પાસે નથી તેમ કહેતા મુન્નો ઉશ્‍કેરાઈ જઈᅠ ઝગડો કરી વિધાનને મારવા દોળેલ. જેથી તેની માતાᅠરેખાબેન બચાવવા વચ્‍ચે પડતા છરી વડે છાતીમાં બે ઘા મારી નાશી છૂટેલ. રેખાબેનᅠ લોહી લુહાણ હાલતમાં ઢળી પડતાં તેને સારવાર માટે સરકારી હોસ્‍પિટલ ખાતે લાવેલ ત્‍યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરતા આ ઘટના અંગેની જાણ શહેર પોલીસને કરાતા પી.આઇ. એ. એમ. હેરમા એ સ્‍ટાફ સાથે હોસ્‍પિટલે પહોંચી રેખાબેનના પુત્ર વિધાનની ફરિયાદ પર થી મુન્ના કનુભાઈ પટોળિયા વિરૂદ્ધ આઇપીસી ૩૦૨ મુજબ ગુન્‍હો દાખલ કર્યો હતો.

દરમિયાન રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ ગુન્‍હેગારને તાત્‍કાલિક શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્‍વયે રૂરલ એલસીબીઆ પોલીસ ઇન્‍સે વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્‍સ. ડી.જી.બડવા, પો. હેડ કોન્‍સ. રવિભાઇ બારડ, નિલેશભાઇ ડાંગર, દિવ્‍યેશભાઇ સુવા, શકિતસિંહ જાડેજા, વીરરાજભાઇ ધાંધલ, ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્‍સ. મનોજભાઇ બાયલ, નૈમીશભાઇ મહેતા, ભાવેશભાઇ મકવાણા, કૌશિકભાઇ જોશી, વાસુદેવસિંહ જાડેજા સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સંયુકત ખાનગી બાતમી હકીકત મળેલ કે સદરહું આરોપી હાલ રાજકોટ બસ સ્‍ટેન્‍ડ ખાતે હોય જેથી ઉપરોકત ટીમ રવાના થઇ હકીકતવાળી જગ્‍યાએ તપાસ કરતા આરોપી મુન્‍નો કનુભાઇ પટોલીયા (ઉ.૩૩) રહે. સાવરકુંડલા જી. અમરેલી હાલ રહે. સુરત, પુણાગામ, પ્રભુદર્શન સોસાયટીને પકડી પાડી જેતપુર પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેડ કોન્‍સ. રવિભાઇ બારડ, નિલેશભાઇ ડાંગર, દિવ્‍યેશભાઇ સુવા, શકિતસિંહ જાડેજા, વીરરાજભાઇ ધાંધલ, ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્‍સ. મનોજભાઇ બાયલ, નૈમીશભાઇ મહેતા, ભાવેશભાઇ મકવાણા, કૌશિકભાઇ જોશી, વાસુદેવસિંહ જાડેજા, મેહુલભાઇ સોનરાજ, મહેશભાઇ સારીખડા જોડાયા હતા.

(11:42 am IST)