Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પકડાઇ

ગેરકાયેદસર દેશી દારૂની ચાલુ હાલતની ભઠ્ઠી પકડી પાડી છે. કારાભાઇ વેજાભાઇ રબારી રહે.ગુલાબ સાગર તળાવની પાસે જાંબુડીયા નેશ તા.ભાણવડ ફરાર થઇ ગયેલ છે. દેશી પીવાનો દારૂ લીટર ૨૨૦ કિ.રૂા. ૪૪૦૦, દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લી.૨૪૦૦ કિ. રૂ.૪૮૦૦, દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો તાંબાની નળીઓ નંગ-૨, કિ. રૂા. ૧૦૦૦ એમ કુલ કિં.રૂા. ૧૦,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્‍સ. કે.કે.ગોહિલની રાહબારી હેઠળ પીએસઆઇ બી.એમ.દેવમુરારી તથા એસ.વી.ગળચર તથા એસ.એસ.ચૌહાણ, એએસઆઇ કેશુરભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, સુનીલભાઇ કાંબલીયા, નરસીભાઇ સોનગરા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્‍સ. મસરીભાઇ ભારવાડીયા, જીતુભાઇ હુણ, અરજણભાઇ મારૂ, લાખાભાઇ પીંડારીયા, બલભદ્રસિંહ ગોહીલ, જેસલસિંહ જાડેજા, ડાડુભાઇ જોગલ, કુલદિપસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, કોન્‍સ. ગોવિંદભાઇ કરમુર, મસરીભાઇ છુછર, નારણભાઇ બેલા, દેવાભાઇ મોઢવાડીયા, વિશ્વદીપસિંહ જાડેજા, મેહુલભાઇ રાઠોડ, સચિનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલએ આ કામગીરી કરી હતી.

(11:43 am IST)