Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પાટડી તાલુકાના માલવણ- ખેરવા રોડ પર અકસ્‍માત

ચોટીલા દર્શન કરી પરત ફરતા મહિલાનું મોત : બસનો ચાલક નાસી છૂટયા

  વઢવાણ,તા.૨ : બનાસકાંઠા જિલ્લાનાં ડીસા ગામમાં રહેતા બે ભાઈઓ દિવાળીની રજામાં પરિવાર સાથે ઈકો કારમાં ચોટીલા દર્શન કરવા ગયા હતા. તે પછી આ પરિંવાર મંગળવારે પોતાના ગામ પરત જઈ રહ્યો હતો ત્‍યારે પાટડી તાલુકાના માલવણ-ખેરવા ગામ વચ્‍ચે દ્વારકા-દિયોદર રૂટની એસ.ટી.બસ સાથે કારને અકસ્‍માત નડયો હતો. બસના ચાલકે આગળ જતી ઈકો કારને ટક્કર મારતા કાર પલ્‍ટી ખાઈ ગઈ હતી. આ અકસ્‍માતમાં ગંભીર રીતે ઇજા પામેલા અનિલાબેન પ્રેમભાઈ પરિહારને પાટડી ખાતેની હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાં હાજર ડોક્‍ટરે મળત તેમને જાહેર કર્યા હતા. જ્‍યારે ઈજાગ્રસ્‍તો જાホવી પ્રેમભાઈ પરિહાર અને ધર્મેન્‍દ્રભાઈ પરિહાર, વિરેન રાકેશભાઈ પરિહાર તથા ક્રિશીકા રાકેશભાઈ પરિહારને હાથે, પગે અને માથાના ભાગે ઈજાઓ થતા પાટડી હોસ્‍પિટલમા સારવાર આપવામાં આવી હતી. તેમજ એક બાળકીને આંખના ભાગે ગંભીર ઈજા થઇ હોવાનું જાણવા મળે છે. બનાવ બાદ બસચાલક બસ મુકીને ફરાર થઈ જતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રાના વાવડીમાં ઝઘડો

 વાવડી ગામે અરજણ વાલાભાઈ, કાનાભાઈ વાલાભાઈ, દલાભાઈ વાલાભાઈ, રામજીભાઈ વાલાભાઈ અને સ્‍વ.ભીમાભાઈ વાલાભાઈના પરિવારો રહે છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં વાલીબેન ભીમાભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યુ છેકે, વાવડી ગામની સીમમાં તેમના અને તેમના જેઠના ખેતરો બાજુબાજુમાં આવેલા છે. બનાવના દિવસે ખેતર વચ્‍ચે તાર બાંધવા બાબતે કાનાભાઈ વાલાભાઈ અને રામાભાઈ વાલાભાઈએ ગાળો દઈને પથ્‍થરના છુટ્ટા ઘા કર્યા હતા. બાદમાં અન્‍યોએ પાવડા,ધારિયા અને ધોકાથી હુમલો કરી દલાભાઈ વાલાભાઈ, વિનોદ દાનાભાઈ અને અરજણ વાલાભાઈને ઈજા કરી હતી. જેમાં દલાભાઈને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે સુરેન્‍દ્રનગર ખસેડાયા છે. આ બનાવમાં પોલીસે કાનાભાઈ વાલાભાઈ રામાભાઈ વાલાભાઈ તેમના દિકરાઓ કિશન કાના, દિપક કાના, લવજી કાના, તેમજ ગૌરીબેન કાનાભાઈ, પારૂલબેન ભોપાભાઈ, ચંદ્રીકાબેન રામભાઈ, હંસાબેન દીપાભાઈ તથા કંકુબેન કિશનભાઈ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધ

(11:46 am IST)