Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

હળવદના ફાયરીંગ પ્રકરણમાં મુખ્‍ય આરોપી સહિત ૩ને મોરબી એલસીબીએ ઝડપી લીધા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા. ૨ : હળવદ તાલુકાની સરા ચોકડી પાસે ફટાકડાના સ્‍ટોલ બાબતે બે ગળપના લોકો વચ્‍ચે પ્રાણઘાતક હથિયાર સાથે સશષા મારામારી થઈ હતી. જેમાં પિસ્‍તોલમાંથી બે રાઉન્‍ડ ફાયર થયાની ઘટના પણ સામી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે મુખ્‍ય આરોપી પંકજ ગોઠી સહિત ૩ની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૦૯/૧૦/૨૦૨૨ ના રોજ હળવદ સરા ચોકડી નજીક આવેલ સીનીયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્‍ટોલ રાખવા બાબતે પંકજ ગોઠી તથા દિલીપસિંહ ઝાલાના જુથ વચ્‍ચે બોલાચાલી થઈ હતી. જેમાં પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્‍દ્ર ઉર્ફે ધમો ચમન ગોઠી, મેહુલ રમણિક ગોઠી, મેરો ઉર્ફે મેરિયો -ેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉર્ફે ગોવલો જયંતીભાઈ ગોઠી, દિલીપસિંહ જયુભા ઝાલા અને સિદ્ધરાજસિંહ ગેલુભા ઝાલા સહિતના લોકો દ્વારા ફટાકડા સ્‍ટોલ મામલે ઉગ્ર બોલાચાલી તેમજ મારામારી થતા પંકજ ગોઠીએ દિલીપસિંહના ગ્રુપ પર પિસ્‍તોલ વડે બે રાઉન્‍ડ ફાયર કર્યા હતા. અને બન્ને પક્ષો બાખડયા હતા પરંતુ પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી આવતા અને પોલીસની સાયરન સાંભળીને  ઈસમો ત્‍યાંથી નાસી ગયા હતા.આ બનાવમાં મુખ્‍ય આરોપી સહીત અન્‍ય કુલ પાંચ આરોપીઓ ફરાર હતા. જે અંગે મોરબી એલ.સી.બી પોલીસના એ.એસ.આઇ. રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા પો. કોન્‍સ. વિક્રમભાઇ કુગસીયા, દશરથસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી. જે અનુસાર આરોપીઓ જામનગર જીલ્લાના જાંબુડા ગામે છુપાયા. જેથી પોલીસની એક ટીમ જાંબુડા ગામે પહોંચી હતી. જ્‍યાં આરોપી પંકજ ચમનભાઇ ગોઠી, ધર્મેન્‍દ્ર ઉર્ફે ધમો ચમનભાઇ ગોઠી અને મેહુલ ઉર્ફે મેરો ઉર્ફે મેરીયો પ્રેમજીભાઇ કણઝારીયા ગુનામાં વાપરેલ હથિયાર સાથે મળી આવ્‍યા હતા. જેથી પોલીસ તેની ધરપડક કરીને આરોપીઓને હળવદ પોલીસ ખાતે હસ્‍તગત કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  આ કામગીરીમાં કે.જે.ચૌહાણ ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી તથા  PSI એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્‍કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્‍ટાફના માણસો જોડાયેલા હતા.

(11:53 am IST)