Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સોમનાથમાં લંડનના પરીવાર દ્વારા જલારામ જયંતિ નિમિત્તે ભવ્‍ય શોભાયાત્રા

   પ્રભાસ પાટણ : સોમનાથમાં સત્તર વર્ષ પહેલાં લંડન ના મુકુદરાર પરીવાર દ્વારા જલારામબાપા નુ મંદિર બનાવવામાં આવેલ અને ત્‍યારબાદ દર વર્ષે આ પરીવાર જલારમ જયંતિ નિમિત્તે અચૂક આવે છે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બે વર્ષ સુધી કોરોનાને કારણે સાદાય થી જન્‍મ જયંતી ઉજવવામાં આવતી પરંતુ આ વર્ષ ધામધૂમથી ઉજવવામાં  આવેલ આ વર્ષ આ ઉત્‍સવ મા લંડન અમેરિકા કેનેડા સહિત અન્‍ય દેશોમાંથી અને ભારતના જુદા જુદા શહેરોમાં થી લોકો પધારેલા રવિવારે સોમનાથ મહાદેવને ધ્‍વજારોહણ કરાયું હતું અને જલારામ જયંતિ મનાવવામાં આવેલ. જેમાં બપોરના ચાર કલાકે જલારામ મંદિરથી શોભાયાત્રા નિકળલ અને પ્રભાસપાટણની મુખ્‍ય બજારમાં થય સોમનાથ મંદિરના પટાંગણમાં રાશ ગરબા રમવામા આવેલ શોભાયાત્રામાં બેન્‍ડ બાજા અને દાડીયા રાશની રમઝટ  તથા  એન આર આઇની સાથે પ્રભાસ પાટણ ના સ્‍થાનિક લોકો પણ મોટી સંખ્‍યામાં જાડાયા હતા અને જલારામબાપાનો જયધોષ બોલાવેલ અને જલારામબાપા ના મંદિરે કેક કાપી ને ઉત્‍સવ મનાવવામાં આવેલ અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ. (તસ્‍વીર : દેવાભાઈ રાઠોડ,  પ્રભાસ પાટણ)

(11:56 am IST)