Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મીઠાપુર રાજપૂત સેવા સમાજનું સ્‍નેહમિલન

 મીઠાપુર : રાજપૂત સેવા સમાજ  સુરજકરાડીના ઉપક્રમે ભાઇબીજના   દિવસે સ્‍નેહમિલનનું આયોજન સબરસભવન ખાતે કરવામાં આવ્‍યું હતું.  અતિથી વિશેષ તરીકે દેવેન્‍દ્રસિંહજી ઠાકુર (રાઉલજી) એજયુકેટીવ ટાટા કેમિકલ્‍સ તથા પથુભા જાડેજા ખોખરી, પુર્વ ઉપ પ્રમુખ રાજપૂત સમાજ મીઠાપુર, સુરજકરાડી પ્રભારી અ.ગુ.રા.યુ.સંઘ દેવભુમી દ્વારકા   તથા  રઘુવીરસિહ વાઢેર અગ્રણી રાજપૂત સમાજ   તથા જે.જે.રાણાસાહેબ નિવળત એસ.ટી.કંટ્રોલર દ્વારકા તથા જયેન્‍દ્રસિંહ વાઢેર સરપંચ ભીમરાણા તથા કુમારી નયનાબા રાણા સામાજિક કાર્યકર્તાની ઉપસ્‍થિતીમાં સ્‍નેહમિલન તથા હાલમાં વયમર્યાદાને કારણે ટાટા કેમિકલ્‍સમાથી નિવળત થતા ૫ રાજપૂત ભાઇઓનું શાલ ઓઢાડી શુભેચ્‍છાઓ મહાનુભાવો દ્વારા અર્પણ કરેલ હતી. તેમજ ટાટા કેમિકલ્‍સ મીઠાપુરમાં  ૧૫ રાજપૂત યુવાનો નોકરીની શરૂઆત કરનાર યુવાનોને મોમેન્‍ટ આપી સન્‍માનીત કરેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા  મહેન્‍દ્રસિંહ જનુભા ઝાલા, પ્રમુખ  રા.સ.મીઠાપુર સુરજકરાડી તથા નરેન્‍દ્રસિંહ સરવૈયા, અજીતસિંહ વાઢેર,હિતેન્‍દ્રસિંહ સોઢા, રાજેન્‍દ્રસિહ ઝાલા, હરપાલસિહ ઝાલા,કુલદિપસિહ ઝાલા,હરદેવસિંહ વાઢેર,જીતેન્‍દ્રસિહ ઝાલાએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા અપાવેલ હતી.(તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટાણીયા મીઠાપુર)

(11:57 am IST)