Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ભાવનગરમાં ચૂંટણીને અનુલક્ષી આર્મીની ટીમો આવી

ભાવનગરઃ વિધાનસભાની ચૂંટણી   ને અનુલક્ષી ને ભાવનગર શહેરમાં આર્મીની પાંચ બટાલીયન આવી ચૂકી છે. અને ભાવનગર શહેરમાં કુંભારવાડા ઘોઘા રોડ સહિતના વિસ્‍તારોમાં આર્મીની પાંચ કંપનીઓ પોલીસ અધિકારીઓ સાથે રાઉન્‍ડ લગાવશે તેમ ભાવનગર જિલ્લા પોલીસ વડા  ડો. રવિન્‍દ્ર પટેલે જણાવ્‍યું હતું. વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીકમાં હોય અને ચૂંટણીની તારીખો પણ ટૂંક જ સમયમાં જાહેર થવા જઈ રહી છે તેવામાં ભાવનગર શહેરમાં આર્મીની પાંચ કંપનીઓ એ પડાવ નાખી દીધો છે. અને ભાવનગર શહેરમાં આજથી જ ઇલેક્‍શન સંદર્ભને લઈને ભાવનગર પોલીસ અધિકારીઓ સાથે ભાવનગર શહેરના વિવિધ વિસ્‍તારોમાં રાઉન્‍ડ લગાવ્‍યો હતો.

(11:58 am IST)