Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ભાવનગરની તખ્‍તસિંહજી હોસ્‍પિટલ ખાતે રાષ્‍ટ્રીય એકતા દીવસની ઉજવણી કરાઇ

 ભાવનગર : શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મજયંતી નિમિતે  તા .૩૧ ઓકટોબરના દિવસને રાષ્‍ટ્રીય એકતા દિવસ  તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે સર તખ્‍તસિંહજી હોસ્‍પિટલ  ખાતે બન્‍સ વોર્ડની ઉપર, સેમિનાર હોલ ખાતે રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે હોસ્‍પિટલના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓ દ્વારા રાષ્‍ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે રાષ્‍ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવેલ હતી. આ ઉપરાંત મોરબી ખાતે બનેલ દુર્ધટનામાં મળત્‍યુ પામેલા દિવંગત આત્‍માઓને શાંતિ આપવા માટે બે મિનિટનું મૌન પાળી મળતકોના દિવગંત આત્‍માને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(12:01 pm IST)