Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ગુજરાત અને ભાવનગર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ભાવેણાનાં રાજ્‍યગુરૂ પરિવારનાં યુવા દંપતીની નિમણૂંક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨ : તાજેતરમાં હિતેષભાઈ નવીનભાઈ રાજ્‍યગુરૂ તેમજ  ધરતીબેન હિતેષભાઈ રાજયગુરૂની ભાવનગર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ચેરમેન તરીકે અને ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ , અમદાવાદ ખાતે એક્‍ઝીકયુટીવ કમીટી મેમ્‍બર તરીકે નિમણૂંક થયેલ છે . શ્રીમતી ધરતીબેન હિતેષભાઈ રાજયગુરૂ એ એમ.એસ.સી., મેથ્‍સ, એમ . એસ . યુનિવર્સીટી માં ઉચ્‍ચ અભ્‍યાસ કરેલ છે . સૌરાષ્‍ટ્ર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ, ભાવનગરમાં બિઝનેસ વુમેન એમ્‍પાવરમેન્‍ટ કમીટીનાં ચેર પર્સન તરીકે તેમજ ગુજરાત ચેમ્‍બર બિઝનેસ વુમેન કમીટી , અમદાવાદ ખાતે એક્‍ઝીકયુટીવ કમીટી મેમ્‍બર તરીકે તાજેતરમાં તેઓની નિમણુંક થયેલ છે . શ્રીમતી ધરતીબેન હાલ ધરતી સંસ્‍કળતિ બુટિકનો એક્‍સક્‍લુઝિવ શોરૂમ ડાયમંડ ચોક  ધરાવે છે , તેમજ ધરતી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કન્‍સલ્‍ટન્‍ટનાં માલિક છે . તેઓ પૂર્વ લેકચરર, એમ.સી.એ. ડીપાર્ટમેન્‍ટ , મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યરત હતા . તેમજ તેઓએ પૂર્વ પ્રમુખ , જુનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ, ભાવનગર ચેપ્‍ટરમાં પોતાની સેવા આપેલ છે . ભાવેણાનાં ટેક્‍સ એક્‍સપર્ટ અને ધરતી ટેક્‍સ એન્‍ડ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કન્‍સલ્‍ટન્‍સીનાં માલિક હિતેષભાઈ નવીનભાઈ રાજ્‍યગુરૂની સતત ત્રીજા વર્ષે ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ, અમદાવાદનાં ડાયરેક્‍ટ ટેક્‍સ કમીટીમાં એક્‍ઝીકયુટીવ મેમ્‍બર તરીકે નિમણુંક થયેલ છે . તેમજ ભાવનગર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ટેક્‍સલો કમીટીનાં ચેરમેન તરીકે સતત ત્રીજી વખત નિમણુંક થયેલ છે . તેઓ ગ્રાહક સુરક્ષા મંડળનાં ટ્રસ્‍ટી તરીકે પોતાની ફરજ બજાવે છે. તેઓ પૂર્વ ઈન્‍કમટેક્ષ બાર એસોસિએશનનાં પ્રમુખ તરીકે પોતાની સેવા આપી ચૂકયા છે . તેઓ એમ. જે. કોલેજ અને ટેક્ષેશન લો કોલેજમાં લેકચરર તરીકે પોતાની સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત તેઓએ જે.સી.આઈ. ઈન્‍ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનમાં ઝોન પ્રમુખ તરીકે પોતાની સેવા આપેલ છે. પ્રથમ વખત ગુજરાત અને ભાવનગર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન તરીકે એક યુવા રાજ્‍યગુરૂ દંપતીની ઉચ્‍ચ હોદ્દા પર નિમણુંક ઈતિહાસ બનેલ છે . ભાવનગર ચેમ્‍બર , વેપારી અને ઉદ્યોગપતિઓ, તમામ લોકોએ તેઓની આ નિમણુંકને સહર્ષ સ્‍વીકારી સફળતા માટેની શુભેચ્‍છા પાઠવેલ છે .

(12:04 pm IST)