Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મીઠાપુર રઘુવંશીનું ગૌરવ હિતેષભાઈ એન. રાયચુરા

મીઠાપુર તા. ૨ : રઘુવંશીનું ગૌરવ વધારનાર રઘુવંશના યુવાનો માટે એક આદર્શ ખંભાળિયાના શ્રી હિતેસભાઈ એન. રાયચુરા જેઓ વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેસ મીડિયા પ્રચાર - પ્રસાર દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. માહિર કલમ વરિષ્‍ઠ પત્રકાર છે. માહિર કલમ ન્‍યૂઝમાં સહ તંત્રી તરીકે નિમણૂક થયેલ છે. ઈન્‍ટરનેશનલ લોહાણા સમાજ મીડિયા -પ્રભારી સૌરાષ્‍ટ્રના ઝોન ખંભાળિયા તેમજ હિતેસભાઈ અલગ અલગ સંસ્‍થામાં  પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા ૬ વર્ષથી સેવા આપે છે. તેમજ અનેક સંસ્‍થાઓ દ્વારા સન્‍માન,  પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્‍યા છે. લોહાણા સમાજના ગૌરવવંતા હિતેસભાઈ એન. રાયચુરાને ખુબ ખુબ શુભેચ્‍છાઓ પાઠવાઇ હતી.

(12:05 pm IST)