Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સાળંગપુરમાં લાભ પાંચમે છપ્‍પનભોગ મહા અન્નકૂટ ધરાવાયો

 વાંકાનેર : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે લાભ પાંચમ - કારતક માસના પ્રથમ શનિવારે દાદાને છપ્‍પનભોગ મહા અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી, સવારે ૯:૪૦ કલાકે શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીની અન્નકૂટ આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી (અથાણાવાળા) દ્વારા એવં મહા અન્નકૂટ આરતી ૧૧:૩૦ કલાકે છપ્‍પનભોગ મહા અન્નકૂટ આરતી શ્રી લક્ષ્મીપ્રસાદસ્‍વામી એવં શાષાી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)તથા શ્રીજગતસસ્‍વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્‍ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ.મંદિરના પટાંગણમાં ખુબજ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ દાદાના ભક્‍તિગીત પર નળત્‍ય એવં ઝૂમી ઉઠ્‍યા હતા. હજારો હરિભક્‍તો પગપાળા દાદાના દર્શને આવ્‍યા હતા તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્‍યુ હતું. મંદિરના વહીવટકર્તા કોઠારી  વિવેકસાગરદાસજી સ્‍વામી (અથાણાવાળા) દ્વારા દાદાના ભક્‍તો માટે રહેવા-જમવાની, સવારના ચા -પાણી નાસ્‍તો -મહાપ્રસાદ તથા મંડપની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.  મહાપ્રસાદનો લાભ લાખો ભકતોએ લીધો હતો. દિવ્‍ય દર્શનનો લાભ પ્રત્‍યક્ષ તેમજ યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ હતો.

(12:05 pm IST)