Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ઝૂલતા પુલ ઘટનામાં ગોંડલ ગુંદાસરાનો યુવાન પણ મોતને ભેટ્યો

મોરબી ઉચ્ચ અધિકારીઓઍ ગુંદાસરા દોડી આવી રૂ. ૪ લાખની સહાયનો ચેક આપ્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૨ : ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતો અને શાપરમાં પ્રાઇવેટ કંપનીમાં સફાઈનું કામ કરતો યુવાન દિવાળીની રજામાં મોરબી મામાનાં ઘરે જઈ ઝૂલતા પુલે ફરવા ગયો હોય ગોઝારા અકસ્માતમાં તેનું પણ મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પ્રા વિગતો મુજબ તાલુકાના ગુંદા સરા ગામે રહેતા અને શાપરમાં પ્રાઇવેટ કંપનીમાં સફાઈનું કામ કરતો યુવાન સૂરજ મોહનભાઈ જાડેજા (વાલ્મિકી) ઉ. વ. ૧૮ દિવાળીની રજામાં મોરબી ગામે મામા ભુપતભાઈ છગનભાઈ પરમારનાં ઘરે ગયો હતો ત્યાંથી મામા સાથે ઝૂલતા પૂલે પહોંચ્યો હતો દરમ્યાન પુલ તૂટી પડતાં આશાસ્પદ યુવાનનું મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સૂરજ પરિવારનો ઍકનો ઍક પુત્ર હતો અને સફાઈ કામ કરી ઘર ગુજરાત ચલાવવા માં મદદ કરતો હતો. ગોઝારી ઘટના બાદ સૂરજના મૃતદેહને ગુંદસરા લાવી અંતિમ વિધિ કરાવવામાં આવી હતી બાદમાં મોરબીથી ઉચ્ચ અધિકારીઓઍ આવી રૂ. ૪ લાખની સહાયનો ચેક સૂરજનાં પિતા મોહનભાઈને આપ્યો હતો.

 

(12:07 pm IST)