Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જીવાપરમાં લોક ફાળો કરી કચરો ઉપાડવા માટે ટ્રેક્ટર વસાવાયું

આટકોટ : જીવાપર ગામના લોકો દ્વારા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સુત્રને સાકારીત કરવા ગામનો કચરો ઍકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવા ટ્રેક્ટરની સુવિધા શરૂ કરવામા આવી.સરકારની કોઈ યોજનાની રાહ જોયા વગર સ્વૈચ્છિક રીતે લોકફાળાથી જ આ સ્વચ્છતા જાળવણીનું ઉમદા કાર્ય શરૂ થયેલ છે.જે નિયમિત રીતે ઘર તેમજ દુકાનો પરથી કચરો ઍકત્ર કરી તેનો નિકાલ કરાશે.જેમાં ગામલોકો પણ ઉત્સાહભેર જોડાયા ગામમાં હવે કચરા ગંજ નહીં ખડકાય ગામના લોકો સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેથી હવે ઘરે ઘરે કચરો લેવા ટ્રેક્ટર દ્વારા લેવા આવશે  લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી સરકાર સહાય વિના લોકફાળો કરી ટ્રેક્ટર વસાવીને લોકો હવે સારી સુવિધા ઉપલબ્ધ  કરવામાં આવી ગામના લોકોનાં સાથ સહકાર આપ્યો અને આવી સારી સુવિધા ઉપલબ્ધ કરી હતી આજથી આરંભ કર્યો હતો લોકોને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે જીવાપર હવે સ્વચ્છ  લાગશે.(તસ્વીર - અહેવાલ : કરશન બામટા આટકોટ)

(12:07 pm IST)